હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાંજન્મદિવસ ની શુભેચ્છા કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઈ  

Spread the love

હીરામણી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કુલ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓની જન્મદિન શુભેચ્છા કાર્ડ બનાવવાનુ  આયોજન તા. 29 જુલાઈ 2024 ના રોજ કરવામાં આવ્યું. બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને વિકસાવવા માટે આ સ્પર્ધા નું આયોજન હીરામણી શાળામાં કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બર્થ ડે કાર્ડ બનાવવા માટે વિદ્યાર્થીઓએ નકામી વસ્તુઓનો ઉપયોગ તેમજ રંગીન પેપર, ક્રેપ પેપર, ક્રાફ્ટ પેપર, આભલા તુઇ, વોટર કલર પોસ્ટર કલર નો કલાત્મક ઉપયોગ કરીને  સુંદર મજાના કાર્ડ તૈયાર કર્યાં  હતાં. દરેક ધોરણમાંથી વિદ્યાર્થીઓને  પાંચ ઇનામ આપવામાં આવશે.  ઇનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળાના વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમમાં પ્રમાણપત્ર અને ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *