હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં મહેંદી આર્ટ અને બુક માર્ક બનાવવાની સ્પર્ધા યોજાઈ

Spread the love

હીરામણી સેકન્ડરી સ્કુલ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મહેંદી અને બુક માર્ક બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને


કલાત્મક અને ક્રિએટિવ બુકમાર્ક તૈયાર કર્યા હતા. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના અલ્પનાના આકારો અને ડિઝાઇન નો ઉપયોગ કરીને કલાત્મક મહેંદી પણ તૈયાર કરવામાં આવી હતી. દરેક સ્પર્ધામાં સુંદર કામ કરનાર પાંચ વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા. ઇનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળાના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *