જ્યોતી યાર્રાજીએ થાઈલેન્ડના બેંગ્કોક ખાતે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 100 મીટર હર્ડલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો

Spread the love

રિલાયન્સ ફાઉન્ડેશનની જ્યોતી યાર્રાજીએ થાઈલેન્ડના બેંગ્કોક ખાતે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 100 મીટર હર્ડલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશીપ્સમાં આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી તે સૌપ્રથમ ભારતીય એથ્લીટ બની છે. તેની આ સિદ્ધિ પર અભિનંદન પાઠવતા, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન,નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “અમારા રિલાયન્સ ફાઉન્ડેશનની એથ્લીટ જ્યોતિ યાર્રાજીને હાલ ચાલ ચાલી રહેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ્સમાં 100 મીટર હર્ડલ્સમાં ગોલ્ડ જીતનારી સર્વપ્રથમ ભારતીય બનવા માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તમે કઠિન પરિશ્રમ અને દૃઢનિર્ધારની શક્તિ સાથે સર્વોચ્ચ કક્ષાના કૌશલ્ય અને ફીટનેસને પ્રદર્શિત કરી છે. તમે આખા દેશને ગૌરવ અપાવ્યું છે અને રમતગમત ક્ષેત્રમાં કાઠું કાઢવાનું સ્વપ્ન જોતી તમામ આકાંક્ષી એથ્લીટ્સ તથા યુવા દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છો. અમે, રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે સહુ કોઈ જ્યોતિની આ સિદ્ધિ પર ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને આપણા દેશના યુવાઓને રમતગમત ક્ષેત્રે આગળ વધીને તેમની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા પ્રોત્સાહિત કરવાની અમારી કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. આ સાથે આપણા ભારતીય રમતવીરોના સૂમહ તથા આપણા રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લીટ્સને આ ગેમ્સમાં વધુ સફળતા તથા વધુ રેકોર્ડ-બ્રેકિંગ ઈવેન્ટ્સની અઢળક શુભકામનાઓ પાઠવીએ છીએ. તમે આ રીતે જ સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરીને પ્રેરણાસ્ત્રોત બનતા રહો!”

ફાઈનલ ઈવેન્ટ બાદ જ્યોતિ યાર્રાજીએ જણાવ્યું હતું કે, વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાય થવાનો તેને ખૂબ આનંદ છે. “તાજેતરના સમયગાળામાં મારી સ્પર્ધાઓમાં હું જે સાતત્યતા દર્શાવી રહી છું તેનાથી હું ખૂબ ખુશ છું. મને જાપાનીઝ સ્પ્રિન્ટર્સ તરફથી આકરી સ્પર્ધા મળવાની અપેક્ષા હતી, પરંતુ મેડલ્સ વિશે તો મેં બહુ વિચાર પણ નહોતો કર્યો, તેના બદલે મેં વધુ સારા સમય સાથે દોડ પૂર્ણ કરવા પર બધું ધ્યાન આપ્યું હતું. સતત 13 સેકન્ડની આસપાસના સમય સાથે રેસ પૂર્ણ કરતી રહીને, મને નજીકના ભવિષ્યમાં 12.9, 12.8 અને 12.7 સેકન્ડની આસપાસના સમય સાથે સતત દોડતા રહેવાનો ધ્યેય હાંસલ કરવાનો હવે પૂર્ણ વિશ્વાસ છે.”

RFYS ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે લિંક થાવ: https://www.instagram.com/p/CuopAkXJEr-/?igshid=Y2IzZGU1MTFhOQ%3D%3D

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *