
અમદાવાદ
નગરો અને મહાનગરોમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે ,સાથે અકસ્માતોની સંખ્યા પણ વધતી જાય છે. દરેક નાગરિક ટ્રાફિકના નિયમોથી માહિતગાર થાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરી રહી છે .તે અંતર્ગત હીરામણિ શાળામાં ટ્રાફિક અવેરનેસ બાબતે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.જેમાં પીઆઇ શ્રી આર.વી .વીછીં ,એ.એસ.આઇ. વિનુભા ઝાલા સાથે પોલીસ કોન્સ્ટેબલ ની ટીમે સીટ બેલ્ટ ,હેલ્મેટ, ઓવર સ્પીડ જેવા નિયમોનનો વીડિયો ક્લિપ બતાવી સમજૂતી આપી. વિદ્યાર્થીઓના પ્રશ્નોનો સમાધાન કર્યું અને ટ્રાફિકમાં વિવિધ ટેકનોલોજી નો ઉપયોગ કેવી રીતે થાય છે તે બાબતની જાણકારી આપી. આ પ્રસંગે શાળાના આચાર્યા ભારતીબેન મિશ્રા, કો-ઓર્ડીનેટર ભરતભાઈ પટેલ, ભાગ્યેશભાઈ જોશી અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
