વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહિત કરતું વિજ્ઞાન પ્રદર્શન હીરામણિ સ્કૂલ કેમ્પસમાં યોજાયું

Spread the love

તા.23-08-24, શુક્રવારના રોજ હીરામણિ સ્કૂલ દ્વારા આયોજિત વિજ્ઞાન પ્રદર્શનમાં શહેરની ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની કૂલ 48 શાળાઓના 93 પ્રોજેક્ટ્સ હતાં,જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને પર્યાવરણ આધારિત વિવિધ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રજૂ કર્યા હતા, જેમાં વિજેતા શાળાઓનાં વિદ્યાર્થીઓને હીરામણિ સ્કૂલ તરફથી ઈનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં જજ તરીકે ડૉ.આદિત્ય વોરા (પ્રો. ફીઝિક્સ ડિપાર્ટમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી), ડૉ.અંકિતા પટેલ (પ્રો.બાયો કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ગુજરાત યુનિવર્સિટી) અને ડૉ.હિતેષ પટેલ (પ્રો. ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી ગુજરાત યુનિવર્સિટી) ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે ઝીણવટપૂર્વક અવલોકન કરી પ્રોજેક્ટ રજૂ કરનાર વિદ્યાર્થીઓ પાસેથી તેમના બનાવેલા મોડલ વિષે જાણકારી મેળવી વિજેતા શાળાઓના નામ જાહેર કર્યા હતાં.

ક્રમઈનામની રકમસ્કૂલનું નામપ્રોજેક્ટનું નામ
પ્રથમ ઈનામરુપિયા 1,500/-દૂન બ્લોસમ એકેડેમી, ચાંદખેડાપ્લાસ્ટોસ્કોપ  
ક્રમઈનામની રકમસ્કૂલનું નામપ્રોજેક્ટનું નામ
દ્વિતીય ઈનામ      રુપિયા 1,000/-હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)એસિડ રેઈન  હાઈડ્રોપોનિક ગાર્ડન એન્ડ હાઈડ્રોજન ગ્રીન ફ્યૂલ
તૃતીય ઈનામરુપિયા 700/-પ્રકાશ હાયર સેકંડરી સ્કૂલજનરેટિંગ એનર્જી ફ્રોમ સેન્ડ હીટ
રુપિયા 500/- નાં પ્રોત્સાહક ઈનામો
1હીરામણિ હાયર સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)  ઓટોમેટિક પેસ્ટિસાઈડ સ્પ્રે
  2  એશિયા ઈંગ્લિશ સ્કૂલએનવાયરમેન્ટ સોલ્યુશન
3  શ્રી નારાયણા હાયર સેકંડરી સ્કૂલ, કઠવાડાફ્યૂઅલ સેલ
4સ્વસ્તિક એકેડેમીએડવાન્સ વેસ્ટ સેગ્રિગેશન સિસ્ટમ

       આ પ્રસંગે પ્રો.ડૉ.હિતેષ પટેલે વિદ્યાર્થીઓએને જણાવ્યુ હતું કે, તમે આ પ્રોજેક્ટ રજૂ કર્યો છે એનો અર્થ એવો થાય કે તમે વિજ્ઞાનમાં અભિરુચિ ધરાવો છો માટે તમે પણ વિજેતા જ છો. નિષ્ફળતા એ સફળતાની સીડી છે.

       હીરામણિ સ્કૂલ તરફથી વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર અન્ય શાળાઓના તમામ વિદ્યાર્થીઓને પાર્ટીસીપેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં હતાં.

       આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટના ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.ડૉ.નિતીન શાહ, ટ્રસ્ટનાં સેક્રેટરી આર.સી.પટેલ,  સી.ઈ.ઓ. ભગવત અમીન, સ્કૂલનાં બંન્ને માધ્યમના તમામ આચાર્યો, ટ્રસ્ટીઓ, કો-ઓર્ડિનેટર્સ, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Total Visiters :232 Total: 1501246

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *