
વૈશ્વિક સ્તરે પ્લેયિંગ કાર્ડસની અગ્રણી બ્રાન્ડ પાર્કસન્સ કાર્ટામુંડી દ્વારા ભારતમાં આઈકોનિક બાઈસિકલ® બ્રાન્ડની રજુઆત કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક ભાગીદારી નોંધપાત્ર સીમાચિન્હ છે, આઈકોનિક અમેરિકન બ્રાન્ડે ગુજરાતનાં પત્તા રમવાના શોખીનો સાથે શરૂઆત કરતાં સ્વર્ણિમ ભારતીય બજારમાં ભવ્ય પ્રવેશ કર્યો છે.
ઉત્તમ ગુણવત્તા, કલા-કારીગરી અને લગભગ 40 વર્ષના વારસા માટે પ્રસિદ્ધ બાઈસિકલ® ભારતીય ગ્રાહકો માટે પત્તા રમવાના અનુભવમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે. બ્રાન્ડનું આગમન જન્માષ્ટમીના પાવન અવસર સાથે યોગાનુયોગ થયું છે, જે પરિવારોને એકત્ર લાવવા અને કાર્ડ ગેમ્સની ખુશીની ઉજવણી કરવા માટે ઉત્તમ અવસર છે.
ગુજરાત તેના ઊંડા સાંસ્કૃતિક મૂળિયા અને ખાસ કરીને સાતમ અને આઠમના અવસરે તેની પ્રસિદ્ધ પત્તા રમવાની પરંપરા સાથે બજારમાં બાઈસિકલના પ્રવેશ માટે ઉત્તમ નિમિત્ત પૂરું પાડે છે. પાર્કસન્સ કાર્ટામુંડી તેના વ્યાપક વિતરણ નેટવર્ક અને ભારતીય બજારની ઊંડી સમજ સાથે બ્રાન્ડ વ્યાપક દર્શકો સુધી પહોંચવાની ખાતરી રાખશે.
આ લોન્ચની ઉજવણી કરવા અને બાઈસિકલ® પ્રત્યે જાગૃતિ વધારવા માટે બાઈસિકલ® પાર્કસન્સ કાર્ટામુંડીએ ગુજરાતમાં ગ્રાહકો સાથે સહભાગ વધારવા માટે ઘણી બધી રોમાંચક ગતિવિધિઓનું આયોજન કર્યું છે. આ પ્રવૃત્તિઓમાં બ્રાન્ડેડ બાઈસિકલ® વેન તરફથી આયોજિત મંત્રમુગ્ધ કરનારા મેજિક શો અને રોચક કિયોસ્ક ઈવેન્ટ્સનો સમાવેશ થાય છે. વેન રેવતી ટાવર્સ જેવી મોકાનાં અમદાવાદના સ્થળોની ટુર કરવા સાથે ટોય સ્ટોરીઝ, ટોયઝેપ, એપ્પલ સ્ટેશનરી વગેરે સહિત ચુનંદા રિટેઈલ કાઉન્ટરો ખાતે અનુભવો પણ પ્રદાન કરશે. ઉપરાંત કેમ્પેઈનની રૂપરેખા “ઈવનિંગ વિથ બાઈસિકલ” કમ્યુનિટી ઈવેન્ટ છે, જે પરિવારોને એકત્ર આવવા અને પત્તા રમવાની ખુશીની નવેસરથી ખોજ કરવા માટે આમંત્રિત કરે છે.
આ ગતિવિધિ વિશે બોલતાં પાર્કસન્સ કાર્ટામુંડી પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ અને એમડી શ્રી કપિલ કેજરીવાલે જણાવ્યું હતું કે, “અમને ખાસ કરીને ગુજરાતના સ્વર્ણિમ રાજ્ય સાથે ભારતીય બજારમાં દંતકથા સમાન બાઈસિકલ બ્રાન્ડ લાવવા માટે ભારે રોમાંચ છે. ખાસ કરીને જન્માષ્ટમી જેવા તહેવારના અવસરો દરમિયાન પત્તા ની રમત માટે ઘેરા પ્રેમ સાથે ગુજરાત આ આઈકોનિક બ્રાન્ડ માટે આદર્શ બજાર પૂરી પાડે છે. પત્તાની રમતો હંમેશા આ તહેવારના પારિવારિક મેળાવડાઓનો મજેદાર હિસ્સો રહ્યો છે. અમે યુએસમાં નિર્મિત અને 80થી વધુ દેશોમાં ઉપલબ્ધ દુનિયાની નં. 1 બ્રાન્ડ બાઈલિકલ ભારતમાં લાવવા માટે ઉત્સુક છીએ, જેનું લક્ષ્ય ગ્રાહકોનો અનુભવ બહેતર બનાવવાનું અને અહીંની પત્તા રમવાની સંસ્કૃતિને નવી ઊંચાઈએ લઈ જવાનું છે. અમે માનીએ છીએ કે આ જોડાણ ભારતમાં પત્તા રમવામાં નવા યુગનો શુભારંભ કરશે.”
કાર્ટામુંડાના ગ્રુપ સીઈઓ સ્ટીફન મર્કક્સે જણાવ્યું હતું કે, “અમને ભારતીય ગ્રાહકો સમક્ષ બાઈસિકલ® બ્રાન્ડ રજૂ કરીને તેમને પત્તા રમવામાં અજોડ અનુભવ પ્રદાન કરવાનો ભારે રોમાંચ છે. આ રમત માટે ભારતની ઊંડાં મૂળિયા ધરાવતી લગની અને તેનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તેને બાઈસિકલ®નો જાદુ આદાન-પ્રદાન કરવા અમારે માટે ઉત્તમ મંચ બનાવે છે. ગુણવત્તા અને નાવીન્યતા પ્રત્યે અમારી દીર્ઘ સ્થાયી કટિબદ્ધતા ભારતીય ગ્રાહકોની આકાંક્ષા સાથે ઉત્તમ સુમેળ સાધે છે. આ ભાગીદારી નવી પેઢી સમક્ષ પત્તાની રમતોની સમકાલીન ખુશી લાવીને અમારી વૈશ્વિક હાજરી વિસ્તારી રહ્યા છીએ ત્યારે મહત્ત્વપૂર્ણ અવસર આલેખિત કરે છે. ઉત્તમ પ્રોડક્ટો પૂરી પાડવા ઉપરાંત અમે પત્તા રમવાના સામાજિક અને જ્ઞાનાકાર લાભોને પ્રોત્સાહિત કરીને ભારતીય પરિવારોના જીવનને સમૃદ્ધ બનાવવા સમર્પિત છીએ.”
પાર્કસન્સ કાર્ટામુંડી અને બાઈસિકલ® વચ્ચે જોડાણ પરંપરા, ગુણવત્તા અને નાવીન્યતાને જોડતી પ્રોડક્ટ સાથે ભારતીય બજારને મોહિત કરવાના અમારો રોમાંચક પ્રવાસનો આ આરંભ છે.
યુએસએમાં ગર્વથી ઉત્પાદન કરવા છતાં બાઈસિકલનો ભારતીય પ્રીમિયમ માર્કેટમાં પ્રવેશ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના ઊંડાણમાંથી પ્રેરિત છે. ગુજરાતી સમુદાયની રુચિ અને વેપાર સાહસિક જોશ તેમ જ ભારતીય તહેવારના અવસરો પર પત્તા રમવાના ઊંડા સાંસ્કૃતિક મહત્ત્વ સાથે ઉચ્ચ ગુણવત્તાનાં પ્લેઈંગ કાર્ડસ માટે મજબૂત માગણી છે. આ ભાગીદારી થકી પાર્કસન્સ કાર્ટામુંડી અને બાઈસિકલ®નું લક્ષ્ય પરંપરા અને આધુનિકતાનું દ્યોતક આ પ્રોડક્ટ ઓફર કરીને આ ઉત્ક્રાંતિ પામતી ગ્રાહક ક્ષિતિજને પહોંચી વળવાનું છે.
બાઈસિકલ® પ્લેઈંગ કાર્ડસની મુખ્ય વિશિષ્ટતાઓઃ
દુનિયાની નં. 1 પ્લેઈંગ કાર્ડ બ્રાન્ડ: તેની ઉત્કૃષ્ટ ગુણવત્તા અને લોકપ્રિયતાનો દાખલો.
મેડ ઈન ધ યુએસએ: કઠોર ગુણવત્તાનાં ધોરણોનું પાલન કરવાની ખાતરી રાખે છે.
જાદુગરોની અગ્રતાની પસંદગી: વિશ્વાસ અને પરફોર્મન્સનું પ્રતિક.
એર કુશન ફિનિશ: ઉત્તમ રમવાના અનુભવ માટે પત્તા ચીપવાનું સહજ અને આસાન બનાવે છે.
બાઈસિકલ® પ્લેઈંગ કાર્ડસ રૂ. 349થી રૂ. 1699+ની કિંમતે ભારતમાં મળશે.
પાર્કસન્સ કાર્ટામુંડી વિશેઃ
પ્લેઈંગ કાર્ડ઼સ ક્ષેત્રમાં અવ્વલ અને વૈશ્વિક આગેવાન પાર્કસન્સ અને કાર્ટામુંડી વચ્ચે વ્યૂહાત્મક સંયુક્ત સાહસ થકી સ્થાપિત પાર્કસન્સ કાર્ટામુંડી પ્રા. લિ. ગેમિંગ અને એન્ટરટેઈનમેન્ટ વેપારમાં નામાંકિત ખેલાડી છે. પાર્કસન્સ કાર્ટામુંડી પ્રા. લિ.નું લક્ષ્ય તેનો લાંબા ગાળાનો અનુભવ અને વિશિષ્ટ ટેક્નિકલ અને બજાર વિશેના જ્ઞાનનો ઉપયોગ કરીને અજોડ અને ઉત્કૃષ્ટ કાર્ડ ગેમ્સ, રમકડાં અને કલેક્ટિબલ્સ પૂરાં પાડવાનું છે. તેનાં અત્યાધુનિક ઉત્પાદન એકમો ગુજરાતના પારડીમાં છે, જે તેમની ઉત્પાદન પ્રક્રિયામાં અજોડ હસ્તકળા કારીગરી દર્શાવે છે. સખત મહેનતે અને જોશપૂર્વક નિર્મિત તેના વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો થકી કંપની ખુશી લાવવા અને સમુદાયનું ભાન કરાવવાની આશા રાખે છે. તેમનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં છે.
કાર્ટામુંડી એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્ર અને “પ્લે” સોલ્યુશન્સ, જેમ કે, પ્લેઈંગ કાર્ડસ, કાર્ડ અને બોર્ડ ગેમ્સ અને કલેક્ટિબલ્સ અને ટ્રેડિંગ કાર્ડ ગેમ્સમાં આગેવાન છે. 3000થી વધુ લોકોની તેની ટીમે દરેક વ્યક્તિને “અલગ જીવન, અલગ રમત”ની શક્યતા પૂરી પાડવા માટે એકત્રિત કામ કરે છે. આ હાંસલ કરવા માટે બેલ્જિયમમાં વડામથક સાથે પરિવારની માલિકીની કંપની યુએસ, યુરોપથી લઈને જાપાન સુધી સેલ્સ ઓફિસીસ અને ઉત્પાદન એકમોનું વૈશ્વિક નેટવર્ક ચલાવે છે. કંપનીના વૈશ્વિક બ્રાન્ડ પોર્ટફોલિયોમાં બાઈસિકલ®, બી®, કોપેગ®, શફલ®, ગ્રીમોડ અને ઘણી બધી સ્થાનિક વહાલી બ્રાન્ડ્સ જેવી શ્રેણીબદ્ધ હેરિટેજ બ્રાન્ડનો સમાવેશ થાય છે. આ સાથે કાર્ટામુંડી અગ્રણી રમતડાં અને મનોરંજન કંપનીઓ માટે વિશ્વસનીય ઉત્પાદન અને વિતરણ સમાધાન ભાગીદાર પણ છે. કાર્ટામુંડી પ્રિન્ટિંગ પ્રેસીસ 1765થી ચાલી રહ્યા હોઈ કંપની સમૃદ્ધ પરંપરા ધરાવે છે, જ્યારે આજે અને આવતીકાલે પણ સુસંગત રહેવા માટે ડિજિટલ અને ફિજિટલ અનુભવોમાં નાવીન્યતા ઉત્પ્રેરિત કરે છે. કાર્ટામુંડી આવનારી પેઢીઓ માટે આપણી પૃથ્વી અને કંપનીનું ઉત્કૃષ્ટ સ્થિતિમાં સંવર્ધન કરવા સાથે સક્ષમ અને નફાકારક વૃદ્ધિની વ્યૂહરચના ધરાવે છે.