શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત અમદાવાદ શહેરની ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઈ

Spread the love

ગ્રો સ્પોર્ટ્સ એકેડેમી, નિકોલ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત અમદાવાદ શહેરની ક્રિકેટ સિલેક્શન સ્પર્ધા યોજાઈ**અંડર 14,17,19 વયજૂથના 800 જેટલા મહિલા અને પુરુષ ખેલાડીઓએ ક્રિકેટ સિલેક્શન સ્પર્ધામાં ભાગ લીધો**સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી શાળાકીય સ્પર્ધાઓ (SGFI – સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) અંતર્ગત અમદાવાદ શહેરની ક્રિકેટ સિલેક્શન સ્પર્ધાઓ નિકોલ ખાતે યોજાઈ હતી. નિકોલની ગ્રો સ્પોર્ટ્સ એકેડેમી ખાતે યોજાયેલી ક્રિકેટની સિલેક્શન સ્પર્ધાઓમાં અમદાવાદ શહેરના અંડર 14,17,19 વયજૂથના મહિલા અને પુરુષ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અમદાવાદ શહેરની શાળાઓના અંદાજીત 800 જેટલા ખેલાડીઓએ વિવધ વયજૂથની મેચોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Total Visiters :123 Total: 1498918

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *