હીરામણિ સ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમ્યાન જુદી જુદી રમતોમાં વિશિષ્ટ સિદ્ધીઓ મેળવવા બદલ અર્જુન મોઢવાડિયા (ધારાસભ્ય-પોરબંદર)ના મુખ્ય મહેમાન પદે તેમજ જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીનની ઉપસ્થિતિમાં સ્કૂલ કેમ્પસમાં ઈનામવિતરણ સમારોહ યોજાયો હતો. આ ઈનામવિતરણ સમારોહમાં ખો-ખો, વુશુ, વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી, ચિત્રકલા, વકૃત્વસ્પર્ધા, શાળામાં યોજાતી વિવિધ સ્પર્ધાઓ તથાતાલુકાકક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રીય લેવલે વિશિષ્ટ સિદ્ધીઓ મેળવનાર વિદ્યાર્થીઓને 233ઈનામો અને પ્રમાણપત્રો આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે મુખ્ય મહેમાન અર્જુનમોઢવાડિયાએ જણાવ્યું હતું કે હીરામણિ શાળા માત્ર અમદાવાદ નહીં પણ સમગ્ર ગુજરાતમાં નામનાં ધરાવતી સંસ્થા છે. શાળામાં એડમિશન લેતો વિદ્યાર્થી જ્યારે અભ્યાસપુર્ણ કરી શાળામાંથી નીકળે છે ત્યારે તે 100 ટચ સોના જેવો ઉત્તમ બનીને નીકળે છે, તે આ શાળાની ખુબી છે. આંતરિક શક્તિઓને બહાર લાવવી તે જ સાચું શિક્ષણ છે, આ પ્રસંગે તેમણે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે સંસ્થાનાં ઉપપ્રમુખ નીતા અમીન, સેક્રેટરી આર.સી.પટેલ, જોઈન્ટ સેક્રેટરી પંકજ દેસાઈ, સી.ઈ.ઓ. ભગવત અમીન, શાળાનાં આચાર્યો, કૉ-ઓર્ડિનેટર્સ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હીરામણિ સ્કૂલમાં રમતોમાં વિશિષ્ટ સિદ્ધીઓ ઈનામવિતરણ સમારોહ યોજાયો
