હીરામણી સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની છત્રી સુશોભન સ્પર્ધા યોજાઈ હતી. હીરામણિ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.
સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ છત્રી સુશોભન કરવા માટે રંગીન પેપર, ક્રેપ પેપર, ફેબ્રિક -એક્રેલિક કલર, ક્રાફ્ટ પેપર, આભલા, તુઈ તેમજ સ્પોંજથી કલાત્મક સુશોભન કર્યું. વિદ્યાર્થીઓએ સુશોભનમાં ભારતીય ચિત્રકલા માં આગવી ઓળખ ચિત્ર શૈલી જેવી કે વરલી આર્ટ ,મંડાલા આર્ટ તેમજ અલંકૃત આકારોનો સુશોભનમાં કલાત્મક ઉપયોગ કર્યો હતો.
સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની કૃતિને વિજેતા જાહેર કરવામાં આવ્યા. વિજેતા વિદ્યાર્થીઓને શાળાના વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમમાં ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. ભાગ લેનાર તેમજ ઇનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આચાર્યશ્ર તેમજ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.