મહિલાઓ માટે વિશેષ સહાયતા, ગુજરાતનેટેક્સટાઇલ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવાનો ઉદ્દેશ
આ પોલિસીનામાધ્યમથી અમે એક ટકાઉ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવા ટેક્સટાઇલ ક્ષેત્રનો પાયો નાખી રહ્યા છીએ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર
ગુજરાત સરકારે આજે ‘ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024’ની જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગુજરાતનેગ્લોબલ લીડર બનાવવાનો છે. ભારતના ટેક્સટાઇલસ્ટેટ તરીકે જાણીતા અને એક સમયે ‘માન્ચેસ્ટર ઓફ ઇસ્ટ’ તરીકે ઓળખાતું ગુજરાત રાજ્ય ભારતના ટેક્સટાઇલએક્સપોર્ટમાં12 ટકા હિસ્સો ધરાવે છે. વિકાસ સપ્તાહનીઉજવણીના ભાગરૂપે આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસ પ્રસંગે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પોલિસી જાહેર કરવામાં આવી હતી.
આ પોલિસી ગાર્મેન્ટ, ટેક્નિકલટેક્સટાઇલ, વણાંટ અને એમએમએફ ઉત્પાદન જેવા ક્ષેત્રોનેઆવરી લે છે, જેમાં ટેક્નિકલટેક્સટાઇલ પર ખાસ ભાર મુકવામા આવ્યો છે જે ઓટોમોબાઇલ, હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે. છે.
આ પોલિસી અંતર્ગત ટેક્સટાઇલ ક્ષેત્રમાં રોકાણ અને વિસ્તરણને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. તેમાં સ્થળ અને પ્રવૃત્તિના આધારે ₹150કરોડની મર્યાદામાં એલિજીબલ ફિક્સ્ડ કેપિટલઇન્વેસ્ટમેન્ટ (eFCI)ની 10થી 35 ટકા સુધીની કેપિટલસબસિડીનો સમાવેશ થાય છે. વધુમાં, eFCIના 5% થી 7% ની વ્યાજ સબસિડી 8 વર્ષ સુધી ઉપલબ્ધ છે. અન્ય પ્રોત્સાહનોમાં પાંચ વર્ષ માટે ₹1/યુનિટની પાવર ટેરિફ સબસિડી, પ્રત્યેક કર્મચારી દીઠ ₹2,000 થી ₹5,000 સુધી દર મહિને પેરોલ સહાય (મહિલા કામદારો માટે વધારાના સમર્થન સાથે), અને સ્વ-સહાય જૂથો (SHGs) માટે પેરોલ અને તાલીમ સહાયનીજોગવાઇ કરવામાં આવી છે.
આ પોલિસી રોજગાર સર્જન સાથે 4હજારથી વધુ કામદારો ધરાવતા યુનિટો જેમાં ઓછામાં ઓછી 1 હજાર મહિલા કર્મચારી હોય, તેમને ખાસ સહાયતા પ્રદાન કરશે. આવા યુનિટ્સને વધારાની સબસિડીનો લાભ મળશે.
ટકાઉ પ્રક્રિયાઓમાંરોકાણને પ્રોત્સાહન આપીને આ પોલિસી ઇનોવેશન અને ટકાઉપણાનેપ્રમોટ કરે છે. આધુનિક ટેક્નોલોજીનેઅપનાવવા, ક્વોલિટીસર્ટિફિકેશન અને ઉર્જા સંરક્ષણ માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની જોગવાઇ કરવામાં આવી છે. વિકસિત ભારત@2047ના વિઝન સાથે આ પોલિસી સુસંગત છે જેમાં ભારતની વિકાસયાત્રામાં ગુજરાત મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.
આ પ્રસંગે ઉદ્બોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે “વિઝનરી લીડર શ્રી નરેન્દ્રભાઈમોદીએ, ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર , 2001ના રોજ પદભારસંભાળ્યો હતો. આજે આપણે 23 વર્ષના અવિરત વિકાસની ઉજવણી કરી રહ્યા છીએ અને તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતની વિકાસયાત્રા24માં વર્ષમાં પ્રવેશી છે. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 એ વિઝનરી પહેલ છે જે રાજ્યના ટેક્સટાઇલ ક્ષેત્રને સશક્ત બનાવશે. ન માત્ર તે ગુજરાતનેટેક્સટાઇલ લીડર તરીકે પ્રસ્થાપિત કરશે, પરંતુ આર્થિક વિકાસની તકો પેદા કરશે, જેમાં ખાસ કરીને મહિલાઓ અને યુવાઓનો વિકાસ સામેલ છે. આ પોલિસીનામાધ્યમથી અમે એક ટકાઉ અને વિશ્વ સ્તરે સ્પર્ધા કરી શકે તેવા ટેક્સટાઇલ ક્ષેત્રનો પાયો નાખી રહ્યા છીએ. ”
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઈલ પોલિસી 2024માં પહેલીવાર ગ્રામીણ અને શહેરી ક્ષેત્રની મહિલાઓના સ્વ સહાય જૂથ-સેલ્ફ હેલ્પગ્રુપનાસશક્તિકરણ અને આવક વૃદ્ધિ પર ભાર મૂકવા સાથે રોજગારીનીતકો વધુ મજબૂત બનાવવાની નેમ રાખી છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ટેક્સટાઇલ સેક્ટર પુરક બને અને વિકસિત ભારત @ 2047માં ગુજરાત અગ્રીમ યોગદાન આપે તેવા ઉદાત્ત અભિગમથી આ ટેક્સટાઇલ પોલિસી 2024 જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે આ નવી પોલીસીના પરિણામે ભવિષ્યમાં અંદાજે 30 હજાર કરોડ જેટલું મૂડી રોકાણ રાજ્યમાં આવશે તેમજ વડાપ્રધાનએ ગરીબ, અન્નદાતા, યુવા અને નારી શક્તિના સશક્તિકરણ માટે ગ્યાનનો જે એપ્રોચઆપનાવ્યો છે તેમાં યુવા અને મહિલાઓને રોજગારી અને કપાસ ઉત્પાદક ખેડૂતોને મહત્તમ લાભ આપવામાં આ પોલીસી ઉપયુક્ત બનશે.
આ પ્રસંગે રાજ્ય સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહરાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમના સંબોધનમાં સંઘવીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે આજે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં જે નીતિ જાહેર કરવામાં આવી છે તે એવી જાદૂઇ છડી છે જે સ્થાનિકો માટે રોજગારની વિપુલ તકો પેદા કરશે. તેમણે જણાવ્યું કે, “ગૃહ મંત્રી તરીકે હું તમામ રોકાણકારોને ખાતરી આપું છું કે ગુજરાત એ રોકાણ માટે સૌથી સુરક્ષિત સ્થાન છે.”
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહરાજપૂતે પણ જણાવ્યું હતું કે નરેન્દ્રમોદીએ23 વર્ષ સુધી કોઈપણ રજા રાખ્યા વિના વિકાસનાકાર્યો કર્યા છે અને વર્ષ 2047 સુધી ભારતના વિકાસની તેઓ ચિંતા કરી રહ્યા છે. ત્યારે આ વિકાસ સપ્તાહ એ રાજ્યના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરે છે. આજે દેશના તમામ રાજ્યો ગુજરાતનો અભ્યાસ કરવા આવે છે અને ગુજરાતનું વિકાસ મોડેલ વિશ્વકક્ષાએ છવાઈ ગયું છે. આ પોલિસી ગુજરાતનેટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ્સમાંગ્લોબલ લીડર બનાવવાના ઉદ્દેશથી લાગુ કરવામાં આવી છે જે આત્મનિર્ભર ભારતના વિઝનને સાર્થક કરશે.
ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024ના ખાસ મુદ્દા:
• લક્ષિત વૃદ્ધિ વિસ્તારો (ટાર્ગેટેડગ્રોથએરિયા): આ પોલિસી અંતર્ગત ગાર્મેન્ટ, ટેક્નિકલટેક્સટાઇલ, વણાંટ અને એમએમએફ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમાં પણ ટેક્નિકલટેક્સટાઇલ્સ પર ભાર મુકવામાં આવ્યો છે જે ઓટોમોબાઇલ, હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે.
• આકર્ષક નાણાકીય પ્રોત્સાહનો:
o કેપિટલ સબસિડી: સ્થાન અને પ્રવૃત્તિના આધારે ₹150કરોડની મર્યાદામાં નિશ્ચિત મૂડી રોકાણ (eFCI)ની 10% થી 35% સબસિડી
o વ્યાજ સબસિડી: 8 વર્ષ સુધી eFCIના 5% થી 7%
o પાવર ટેરિફ સબસિડી: 5 વર્ષ માટે ₹1/યુનિટ
o નાણાકીય સહાય: કામદારો માટે દર મહિને ₹2,000 થી ₹5,000
o મહિલા કામદારો માટે વધારાના પ્રોત્સાહનો
o પેરોલ અને ટેક્સટાઇલ જોબ વર્ક માટે તાલીમ સહાય દ્વારા સ્વ-સહાય જૂથોને સહાયતા
રોજગાર સર્જન:
આ પોલિસી 4હજારથી વધુ કર્મચારી ધરાવતા એવા એકમોનેટાર્ગેટેડસપોર્ટઆપશે જ્યાં મોટાપાયે રોજગાર પેદા થાય છે અને જ્યાં ઓછામાં ઓછી 1 હજાર મહિલાઓ કાર્યરત હોય. આવા એકમો વધારાની સબસિડી માટે પાત્ર છે.
ટકાઉપણું અને નવીનતા:
આ પોલિસી પાણી અને ઉર્જાનો બચાવ, ક્વોલિટીસર્ટિફિકેશન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈકો-ફ્રેન્ડલીપ્રેક્ટિસમાંરોકાણને પ્રોત્સાહન આપે છે.
• પીએમ મિત્ર પાર્ક:
પીએમ મિત્ર પાર્ક પહેલ અંતર્ગત ₹ 352કરોડના ખર્ચે નવસારીના વાંસી ખાતે અત્યાધુનિકટેક્સટાઇલપાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ગુજરાતના ટેક્સટાઇલઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો અને નવું રોકાણ મેળવીને વ્યાપક રોજગારીનીતકો પેદા કરવાનો છે.