અમદાવાદ
BCCIની કર્નલ સી કે નાયડુ ટ્રોફી મેન્સ અંડર-23 મેચ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ-બી મોટેરા ખાતે ગુજરાત વિ નાગાલેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતનો એક ઈનિંગ્સ અને 59 રને વિજય થયો હતો.
નાગાલેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.
નાગાલેન્ડ બેટિંગ- પ્રથમ ઈનિંગ્સઃ 73 ઓવરમાં 239 રન ( યુગંધરે 163 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 88, સુજલ પ્રસાદે 145 બોલમાં 14 ચોગ્ગા, 4 છગ્ગાની મદદથી 87 રન બનાવ્યા હતા, જય માલુસરેએ 16 ઓવરમાં 38 રન આપીને 3 વિકેટ, સરલ પ્રજાપતિએ 21 ઓવરમાં 54 રન આપીને 3 વિકેટ ઝડપી હતી)
ગુજરાત પ્રથમ ઈનિંગ્સઃ 94.4 ઓવરમાં 372 રન (અહાન પોદ્દારે 132 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 85 રન, કુશાન પટેલે 109 બોલમાં 10 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 82 રન બનાવ્યા, નીઝેખોએ 18 ઓવરમાં 52 રન આપીને 3 વિકેટ
નાગાલેન્ડ બીજી ઈનિંગ્સઃ 36.1 ઓવરમાં 74 રન (મુગવી સુમીએ 78 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 45 રન, કુશાન પટેલે 11 ઓવરમાં 26 રન આપીને 5 વિકેટ,
સરલ પ્રજાપતિએ 13.1 ઓવરમાં 11 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.)
પરિણામ :- ગુજરાત એક ઇનિંગ અને 59 રનથી જીત્યું.