જિયો ભારત શ્રેણીના બે નવા મોડેલ રજૂ કરાયાઃ જિયોભારત V2ની સફળતા બાદ જિયોભારત V3 અને V4

Spread the love

વર્ષ 2023માં જિયોભારત V2ની સફળતાએ સુનિશ્ચિત કર્યું હતું કે લાખો 2G ફીચર ફોન વપરાશકર્તાઓ પ્રથમ વખત 4G ડિજિટલ લાઇફનો અનુભવ લઈ શકે.

સફળતાની આ ગતિને જાળવી રાખવા રિલાયન્સ જિયોએ પોસાય તેવા 4G ફીચર ફોનની આગામી જનરેશન તરીકે હવે જિયોભારત V3 અને V4 રજૂ કર્યા છે, આ ફોન સ્ટાઇલ અને ડિઝાઇનને ડિજિટલ પરિવર્તનના કેન્દ્રમાં રાખે છે.

– જિયોભારત V3 એક સ્ટાઇલ-સેન્ટ્રિક ફોન છે, એવા લોકો માટે જેઓ તેમના ફોનમાં માત્ર ઉપયોગિતા કરતાં વધુ સારી સુવિધા ઇચ્છે છે. તેની આકર્ષક આધુનિક ડિઝાઇન સાથે V3 વપરાશકર્તાની જીવનશૈલીને બહેતર બનાવે છે. તે નવા ભારતીય ગ્રાહકોની આકાંક્ષાઓ પૂરી કરે છે, એવા ગ્રાહકો કે જેમનું ડિવાઇસ જેટલું ફેશનેબલ હોય તેટલું જ કાર્યક્ષમ પણ હોય, એવા લોકો જે તેમના રોજિંદા જીવનમાં પોતાના સાથી એવા ફોનની સ્ટાઇલને મહત્વ આપે છે.

– જિયોભારત V4 એક ડિઝાઇન-સેન્ટ્રિક ફોન તરીકે અલગ પડે છે જે ગુણવત્તા અને ન્યૂનતમ સુંદરતાની પ્રશંસા કરનારા વપરાશકર્તાઓ માટે છે. તે અન્ય કરતાં વધુ સારો વપરાશનો અનુભવ પૂરો પાડે છે, આ ફોન અદ્યતન ડિજિટલ સેવાઓ પૂરી પાડે તેવી ખાતરી સાથે તે પ્રીમિયમ ફોન રાખવાની ગ્રાહકની ઇચ્છાને પણ સંતોષે છે.

આ બંને મોડલ V3 અને V4 વિશિષ્ટ જિયો સર્વિસીઝ સ્યુટથી સજ્જ છે જે ડિજિટલ અનુભવોની સમગ્ર ઇકોસિસ્ટમના પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે. તેમાં નીચેની સુવિધાઓનો સમાવેશ થાય છે.

– જિયોટીવી 455થી વધુ લાઇવ ટીવી ચેનલોનો ઍક્સેસ પૂરો પાડે છે, તે સુનિશ્ચિત કરે છે કે વપરાશકર્તાઓ તેમના મનપસંદ શો, સમાચાર અથવા રમતગમતને ક્યારેય ચૂકી ન જાય.

– જિયોસિનેમા મૂવીઝ, વીડિયો અને સ્પોર્ટ્સ કન્ટેન્ટની વિશાળ શ્રેણી લાવે છે, જે વપરાશકર્તાની આંગળીના ટેરવે મનોરંજન પૂરું પાડે છે.

– જિયોપે તેના યુપીઆઇ ઇન્ટિગ્રેશન અને ઇન-બિલ્ટ સાઉન્ડ બોક્સ સાથે, સીમલેસ ડિજિટલ ચૂકવણીની સુવિધા આપે છે. ફાયનાન્શિયલ ઇન્ક્લુઝન આગળ વધારવા માટે આ ફીચર એક મહત્વનું ડગલું છે.

– જિયોચેટ વપરાશકર્તાઓને અમર્યાદિત વૉઇસ મેસેજિંગ, ફોટો શેર અને ગ્રૂપ ચેટ વિકલ્પો પૂરા પાડીને તેમના પ્રિયજનો સાથે જોડાયેલા રહેવાની સુવિધા આપે છે.

– 1000 mAh બેટરી સાથે વપરાશકર્તા આખા દિવસ દરમિયાન અવિરત સેવાનો આનંદ માણી શકે છે, જ્યારે 128 GB સુધીનું વિસ્તૃત સ્ટોરેજ પૂરતી જગ્યાની ખાતરી આપે છે.

– 23 ભારતીય ભાષાઓને આ ફોન સપોર્ટ કરતો હોવાથી ખરેખર તે ફોનને તમામ લોકો માટે સુલભ બનાવે છે.

કિંમતઃ

– માત્ર રૂ.1099ની કિંમતે જિયોભારત માત્ર રૂ. 123માં માસિક રિચાર્જ પ્લાન સાથે આવે છે, જેમાં અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને 14 GB ડેટા ઑફર કરવામાં આવે છે.

– જિયોભારતની કિંમતો સૌથી સસ્તી છે, જે ગ્રાહકોને સૌથી વધુ અનુકૂળ આવે તેવી છે.

– અન્ય ફોન કરતાં તે ઓછામાં ઓછી 40 ટકા બચત કરી આપે છે.

ક્યારે મળશેઃ

ઉપરોક્ત બંને મોડલ ખૂબ જ ઝડપથી ફોન વેચનારા આઉટલેટ પર અને જિયોમાર્ટ તથા એમેઝોન પર ઉપલબ્ધ બનશે.

Total Visiters :16 Total: 1497439

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *