અંડર-16 ઈન્ટર સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલનો સંત કબીર સ્કૂલ સામે ઈનિંગ અને 283 રનથી વિજય

Spread the love

સંત કબીર સ્કૂલે ટોસ જીતીને પહેલા બેટીંગ લેતા 17.5 ઓવરમાં 10 વિકેટે 55 રન કર્યા હતાં. જેમાં શિવાંક મિસ્ત્રીએ 6 ઓવરમાં 6 રન આપીને 5 વિકેટ અને શિવમ પટેલે 8.5 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી હતી.

હીરામણિ સ્કૂલે 92.2 ઓવરમાં 10 વિકેટે 454 રન કર્યા હતાં. જેમાં આરવ કોઠારીએ 183 બોલમાં 142 રન, નિહાલ પટેલે 68 બોલમાં 81 રન, યક્ષ પટેલે 119 બોલમાં 90 રન અને પાર્થ ચૌહાણે 89 બોલમાં 57 રન કર્યા હતાં.

સંત કબીર સ્કૂલે બીજા દાવમાં 29.1 ઓવરમાં 10 વિકેટે 116 રન કર્યા હતાં. જેમાં યક્ષ પટેલે 7 ઓવરમાં 39 રન આપીને 6 વિકેટ અને નીલ પુરાનીએ 8.1 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ મેચમાં હીરામણિ સ્કૂલને ઈનિંગ અને 283 રનથી ભવ્ય વિજય થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *