ટોક્યો ખાતેની ડેફલિમ્પિક માટે ગુજરાતના ત્રણ ખેલાડીઓ શાઇની, મોહમ્મદ વાનિયા અને નિસર્ગની પસંદગી

Spread the love

અમદાવાદ

ટોક્યો, જાપાન ખાતે 15મીથી 26મી નવેમ્બર સુધી યોજાનારી ડેફલિમ્પિક 2025 માટે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સીલ ઓફ ઘી ડેફ ના ત્રણ ખેલાડીઓ પસંદગી પામ્યા છે. શાઈની ગોમ્સ ( ટેબલ ટેનિસ – અમદાવાદ ) જે ત્રીજી વખત ડેફલિમ્પિકમાં ભાગ લઇ રહી છે. શાઇની વર્લ્ડ બધિર વિમેન્સ ટેબલ ટેનિસમાં 16મોં રેન્ક ધરાવે છે. નિસર્ગ પંચાલ ( બેડમિન્ટન – અમદાવાદ ) જેણે અગાઉ વર્લ્ડ બધિર બેડમિન્ટન ચેમ્પિયનશિપ થાઈલેન્ડમાં યોજાયેલ તેમાં ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. શૂટર મોહમદ વાનિયા ( શૂટિંગ – સુરત ) જેણે તાજેતરમાં જર્મની ખાતે વર્લ્ડ બધિર શૂટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ તેમાં 10 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ , બધિર સ્પોર્ટ્સ ફેડરેશનના કેતન શાહ જેમની ઇન્ડિયાની ટીમના કો-ઓર્ડીનેટર અને ઇન્ટરપ્રિટર તરીકે તથા ભવિષ્ય શાહની ઇન્ટરપ્રિટર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. શ્રી સવા ફાઉન્ડેશનના ફાઉન્ડર અમીબેન મોદીએ આ તમામ ખેલાડીઓને અને સપોર્ટ મેમ્બર્સને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. આ ડેફલિમ્પિક 2025માં ભારતના અલગ અલગ રાજ્યના કુલ 76 ખેલાડી ભાઈ બહેનો તથા 35 સપોર્ટ સ્ટાફ અને કોચ સહિત કુલ 111 લોકો જશે. વર્લ્ડ ના 74 જેટલા દેશોના અંદાજીત 2700 જેટલા ખેલાડી ભાઈ – બહેનો વિવિધ રમતોમાં ભાગ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *