આપણા સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો સર્વાંગી વિકાસ કરવો અનિવાર્યઃ આલોકજી

Spread the love

કર્ણાવતીમાં વિશ્વ હિન્દુ પરિષદની માતૃશક્તિ દુર્ગાવાહિનીની બે દિવસીય અખિલ ભારતીય બેઠક, 350થી વધુ માતા અને બહેનોને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

અમદાવાદ
ભારતના વિકાસમાં મહિલાઓનું યોગદાન વિષય પર બહેનોને સંબોધતાં જણાવ્યું હતું કે આપણા સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો સર્વાંગી વિકાસ કરવો અનિવાર્ય છે. મહિલાઓએ પોતાના પરિવારની જવાબદારી નિભાવતા સાથે સાથે રાષ્ટ્રના નિર્માણમાં પણ સક્રિય યોગદાન આપવું જોઈએ. વર્તમાન સમયમાં મહિલાઓનું સશક્તિકરણ અને આધ્યાત્મિક જાગૃતિ અત્યંત આવશ્યક છે. દુર્ગાવાહિની દ્વારા બહેનોમાં સાહસ અને સંસ્કારનું સિંચન કરવામાં આવી રહ્યું છે, જે રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત પાયારૂપ સાબિત થશે, એમ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી (દિલ્હી)એ કહ્યું હતું. તેઓ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત માતૃશક્તિ દુર્ગાવાહિનીની બે દિવસીય ‘અખિલ ભારતીય બેઠક’ને સંબોધન કરી રહ્યા હતા. બેઠક અમદાવાદના દસ્કોઈ સ્થિત શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ, પીરાણા ખાતે પ્રારંભ થયો છે.

ઉદ્ઘાટન સત્રમાં સંત ગણ સ્વામી પરપ્રજ્ઞાનંદા સરસ્વતીજી (કર્ણાવતી), , કેન્દ્રીય સંગઠન સહમંત્રી વિનાયક રાવજી દેશપાંડે (દિલ્હી), કેન્દ્રીય સહમંત્રી તથા નૈતિક શિક્ષા પ્રમુખ ગોવિંદજી શિંદે, માતૃશક્તિ કેન્દ્રીય સંયોજિકા મીનાક્ષી તાઈજી પિશ્વે, કેન્દ્રીય પ્રબંધ સમિતિ સદસ્ય (વર્ગપાલક) મીના ભટ્ટ, કેન્દ્રીય દુર્ગાવાહિની સંયોજિકા પ્રજ્ઞાજી મહાલા, ક્ષેત્રીય સંગઠન મંત્રી અશ્વિન પટેલ (કર્ણાવતી), ઉત્તર ગુજરાત પ્રાંત અધ્યક્ષ હર્ષદ ગિલેટવાલા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય વ્યવસ્થા પ્રમુખ તથા કેન્દ્રીય માતૃશક્તિ સહ સંયોજિકા સરોજજી સોનીએ કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરી હતી. કાર્યક્રમમાં સૌપ્રથમ મંત્રોચ્ચાર સાથે સંબોધન કરતા સાધ્વીજીએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે શક્તિથી જ જગતની ઉત્પત્તિ અને પાલન થાય છે. શક્તિ વિના જગતની કલ્પના શક્ય નથી. આવી વિશાળ સંખ્યામાં જાગૃત સ્ત્રીશક્તિ ઉપસ્થિત છે તે જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો અને દરેક બહેન આવી જ રીતે આગળ વધીને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેન્દ્રીય દુર્ગાવાહિની સહ સંયોજિકા પિંકીજી પવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થા માટે સ્થાનિક સમિતિ, ક્ષેત્રીય માતૃશક્તિ સંયોજિકા કલ્પના વ્યાસ (કર્ણાવતી), ઉત્તર ગુજરાત માતૃશક્તિ સંયોજિકા જવાનિકા ભટ્ટ (વ્યવસ્થા સહ પ્રમુખ), ઉત્તર ગુજરાત દુર્ગાવાહિની સંયોજિકા નુપુર પટેલ તેમજ ઉત્તર ગુજરાત પ્રાંત સહમંત્રી હિતેશ ઠક્કર સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *