અંદાજે ૯૦૦૦ થી વધુ સહભાગીઓ YouTube Live મારફતે જોડાયા: દૈનિક જીવનમાં યોગ અને આહારશુદ્ધિના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો
રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ના અવસરે આપેલા “Yoga for 365 Days” ના આહ્વાનને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ જિલ્લામાં ઓનલાઈન યોગ વેબિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પહેલ અને વ્યાપક પ્રતિસાદ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વેબિનારમાં અંદાજે ૯૦૦૦ થી વધુ સહભાગીઓએ YouTube Live મારફતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાજકોટ જિલ્લાના વિવિધ યોગ કોચ, યોગ ટેનર્સ, યોગ સાધકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ આરોગ્યપ્રમી નાગરિકોએ ઉપર્યુક્ત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ (NGOs), હોટેલો, કોલેજો તથા સરકારી અને ખાનગી સંસ્થાઓના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ સમૂહમાં વેબિનાર નિહાળી તેનો લાભ લીધો હતો.
દૈનિક જીવનમાં યોગ અને સંચુલિત આહારનું મહત્ત્વ
વેબિનાર દરમિયાન યોગસેવક શીશપાલજીએ દૈનિક જીવનમાં યોગ અને સંતુલિત આહાર (આહારશુદ્ધિ) ના મહત્ત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નિયમિત યોગાભ્યાસ સાથે યોગ્ય અને સાત્વિક આહાર અપનાવવાથી જ સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્તિ થઈ શકે છે અને “Yoga for 365 Days” ના સંકલ્પને જીવનમાં ઉતારી શકાય છે.
પ્રશ્નોત્તરી સત્ર અને સહભાગીઓની જિજ્ઞાસાનું નિરાકરણ
વેબિનારના અંતિમ તબક્કામાં YouTube Live સાથે જોડાયેલા યોગ સાધકો અને સહભાગીઓ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના યોગસેવક શીશપાલજીએ સરળ અને વ્યવહારુ જવાબો આપીને તેમની જિજ્ઞાસાઓનું સંતોષકારક નિરાકરણ કર્યું હતું.
યોગને જનઆંદોલન બનાવવાની આગામી ઝુંબેશ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી સમયમાં પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવા ઓનલાઈન વેબિનાર, તાલીમ કાર્યક્રમો અને જનજાગૃતિ અભિયાનનું આયોજન કરીને યોગને વર્ષના ૩૬૫ દિવસની જીવનશૈલી બનાવવાને જનઆંદોલન બનાવવાના પ્રયાસો સતત આગળ વધારવામાં આવશે.
