હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકથી થતા પર્યાવરણ – પ્રદૂષણની જાગૃતિ માટે ધો.1 થી 4 માં કાગળમાંથી પેપરબેગ બનાવવાની અને ધો. 5 થી 7 માં કપડાંની બેગ પર પેઈન્ટિંગ કરવાની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ચાર્ટ પેપર, ન્યૂઝપેપર, રંગીન પેપરમાંથી બેગ બનાવી હતી તેમજ બેગ પર કોલાઝવર્ક, છાપકામ વગેરે દ્વારા સમાજમાં પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.