વડોદરા
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ડિસ્ટ્રિક્ટ (ટીટેએબીડી)ના ઉપક્રમે 11થી 14મી જુલાઈ દરમિયાન વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આઇઓસીએલ ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં શુક્રવારે નવમા ક્રમના અરાવલ્લીના જન્મેજય પટેલ અમદાવાદના આઠમા ક્રમની મોનીશ દેઢીયાને 3-0થી હરાવીને મેન્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
એક મેજર અપસેટમાં 15મા ક્રમના અયાઝ મુરાદ (સુરત)એ સ્થાનિક ખેલાડી અને બીજો ક્રમાંક ધરાવતા પ્રથમ માદલાણીને 3-0થી હરાવીને મેન્સ ક્વાર્ટર ફાઇનલ માટે આગેકૂચ કરી હતી.
મોખરાના ક્રમના ચિત્રાક્ષ ભટ્ટને 16મા ક્રમના પૂજન ચંદારાણા સામે જીતવામાં થોડી તકલીફ પડી હતી પરંતુ તેણે પણ આગેકૂચ કરી હતી. વડોદરાના ત્રીજા ક્રમના જલય મહેતા,ચોથા ક્રમના જયનીલ મહેતા, પાંચમા ક્રમના અક્ષિત સાવલા, છઠ્ઠા ક્રમના અભિલાશ રાવલ અને સાતમા ક્રમના અરમાન શેખે પણ આ સાથે મેન્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
અંડર-7 બોયઝ ક્વાર્ટર ફાઇનલમાં બીજા ક્રમના જન્મેજયને જોકે બહાર થઈ જવું પડ્યું હતું કેમ કે સાતમા ક્રમના માલવ પંચાલ સામે તેનો 0-3થી પરાજય થયો હતો. દરમિયાન મોખરના ક્રમના આયુષ તન્નાએ આઠમા ક્રમના તક્ષ કોઠારીને 3-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્રીજા ક્રમના હિમાંશ દહિયા અને ચોથા ક્રમના અભિલાક્ષ પટેલે પણ સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
બોયઝ અંડર-19 કેટેગરીમાં સાતમા ક્રમના ધ્યેય જાની (ભાવનગર)એ બીજા ક્રમના આયુષ તન્નાને રોમાંચક બનેલી ક્વાર્ટર ફાઇનલમાં 3-2થી હરાવ્યો હતો.
કેટલાક પરિણામોઃ
મેન્સ પ્રિ ક્વાર્ટર ફાઇનલઃ અભિલાષ રાવલ જીત્યા વિરુદ્ધ જેનીલ પટેલ 13-11 11-6 11-5; ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ પૂજન ચંદારાણા 11-7 11-7 11-9; અરમાન શેખ જીત્યા વિરુદ્ધ આર્ય કટારિયા 11-3 11-6 11-6; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ મોનીશ દેઢીયા 11-8 2-11 11-9 11-8; અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ પ્રથમ માદલાણી 12-10 11-7 11-7; જયનીલ મહેતા જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની 11-9 11-9 8-11 11-6; અક્ષિત સાવલા જીત્યા વિરુદ્ધ ધૈર્ય પરમાર 15-13 10-12 12-14 11-6 11-9; જલય મહેતા જીત્યા વિરુદ્ધ દેવર્ષ વાઘેલા 12-10 7-11 11-7 11-5
જુનિયર બોયઝ (અંડર-17) ક્વા. ફાઇનલઃ આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ તક્ષ કોઠારી 11-6 11-5 11-7; માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 11-5 11-8 12-10; અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ હ્રિદાન શાહ 5-11 12-10 11-3 11-7; હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ જેનીલ પટેલ 8-11 11-6 11-6 11-8
જુનિયર બોયઝ (અંડર-19) ક્વા. ફાઇનલઃ અરમાન શેખ જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ 11-06 11-5 11-8; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ સુમિત નાયર 11-6 11-5 11-9; હર્ષવર્દન પટેલ જીત્યા વિરુદ્ધ આર્ય કટારિયા 11-7 11-5 11-7; ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 11-8, 9-11, 4-11, 11-9, 11-2.
વિમેન્સ પ્રથમ રાઉન્ડઃ આસ્થા મિસ્ત્રી જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 11-9 11-1 11-13 12-10; તનિશા કતારમલ જીત્યા વિરુદ્ધ શાઇની ગોમ્સ 5-11 12-10 11-9 11-7; મૌબોની ચેટરજી જીત્યા વિરુદ્ધ સનાયા આચ્છા 11-7 10-12 11-02 11-04; કૌશા ભૈરપૂરે જીત્યા વિરુદ્ધ શિવાની ડોડિયા 11-6 13-11 11-4; આફ્રિન મુરાદ જીત્યા વિરુદ્ધ પ્રાર્થના પરમાર 11-8 7-11 13-11 12-10; સિદ્ધિ બલસારા જીત્યા વિરુદ્ધ ચાર્મી ત્રિવેદી 11-7 6-11 11-9 11-8.