અરવલ્લીના ખેલાડીએ U-19નું ટાઇટલ પણ જીત્યું; ફ્રેનાઝને મહિલા તાજ મળ્યો

વડોદરા
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (ટીટેએબીડી)ના ઉપક્રમે 11થી 14મી જુલાઈ દરમિયાન વડોદરાના સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આઇઓસીએલ ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં ત્રીજા દિવસે માત્ર 16 વર્ષની વયે અરવલ્લીના જન્મેજય પટેલે મોટી સિદ્ધિ હાંસલ કરતા સુરતનાં 15મી સીડ અયાઝ મુરાદને 4-3થી હરાવી પ્રથમવાર સ્ટેટ રેન્કિંગની પુરુષ કેટેગરીનું ટાઈટલ પોતાના નામે કર્યું.
અરવલ્લીના જન્મેજય પટેલે અંડર-19 બોય્ઝ કેટેગરીમાં પણ ટાઈટલ પોતાના નામે કરતા તેનો આનંદ બેવડાયો હતો. તેણે સાતમી સીડ ભાવનગરનાં ધ્યેય જાની વિરુદ્ધ 4-2થી જીત હાંસલ કરી હતી.
જ્યારે મહિલા કેટેગરીની ફાઈનલમાં સુરતની છઠ્ઠી સીડ ફ્રેનાઝ છિપીયાનો સામનો જુસ્સાથી ભરપુર અમદાવાદની 14 વર્ષીય મોઉબોની ચેટર્જીથી થયો હતો. સિનિયર ખેલાડી ફ્રેનાઝે મેચ 4-2થી પોતાના નામે કરી હતી, જોકે 13મી સીડ મોઉબોનીએ મુકાબલો ગુમાવતા પહેલા સારી એવી લડત આપી હતી.
અમદાવાદના ત્રીજી સીડ હિમાંશ દહિયાએ ટોપ સીડ આયુષ તન્નાને હરાવી અપસેટ સર્જતા અંડર-17 બોય્ઝનું ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
મુખ્ય પરિણામોઃ
પુરુષ ફાઈનલ: જન્મેજય પટેલ (9) (અરવલ્લી) જીત્યા વિરુદ્ધ અયાઝ મુરાદ (15) (સુરત) 8-11, 12-10, 11-5, 11-9, 9-11, 8-11, 11-7.
ત્રીજું સ્થાન: અક્ષિત સાવલા (5) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ જલય મેહતા (3) (વડોદરા) 13-11 11-4 11-8.
મહિલા ફાઈનલ: ફ્રેનાઝ છિપીયા (6) (સુરત) જીત્યા વિરુદ્ધ મોઉબોની ચેટર્જી (13) (અમદાવાદ) 12-10, 8-11, 10-12, 11-8, 15-13, 11-9.
ત્રીજું સ્થાન: ઓઈશિકી જોઆરદાર (2) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ ફિલઝાહફાતેમા કાદરી (1) (સુરત) 11-8 11-9 11-9.
જુનિયર બોય્ઝ (અંડર-19) ફાઈનલ: જન્મેજય પટેલ (4) (અરવલ્લી) જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની (7) (ભાવનગર) 11-4 16-18 11-8 4-11 12-10 11-8; ત્રીજું સ્થાન: હર્ષવર્ધન પટેલ (6) (અરવલ્લી) જીત્યા વિરુદ્ધ અરમાન શેખ (1) (અરવલ્લી) 10-12 9-11 11-7 11-7 11-8.
જુનિયર બોય્ઝ (અંડર-17) ફાઈનલ: હિમાંશ દહિયા (3) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના (1) (સુરત) 11-6 5-11 12-10 11-8; ત્રીજું સ્થાન: માલવ પંચાલ(7) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ (4)(અમદાવાદ) 7-11 3-11 11-5 11-9 11-6.
સબ જુનિયર ગર્લ્સ (અંડર-15) ક્વાર્ટર ફાઈનલ્સ: જીયા ત્રિવેદી (1) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ વિન્સી તન્ના (9) (સુરત) 11-3 11-7 11-7; દાનિયા ગોડીલ (2) (સુરત) જીત્યા વિરુદ્ધ શિવાની દોડિયા (7) (ભાવનગર) 11-8 12-10 11-7; ચાર્મી ત્રિવેદી (3) (ભાવનગર) જીત્યા વિરુદ્ધ પ્રિન્સી પટેલ (5) (નવસારી) 11-7 11-8 6-11 11-6; મોઉબોની ચેટર્જી (3) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ વિશ્રૃતિ જાદવ (6) (સુરત) 9-11 11-8 11-6 9-11 11-3.
