– 14 વર્ષીય અમદાવાદી પેડલરે ગર્લ્સ અંડર-15, અંડર-17 અને અંડર-19નાં ટાઈટલ જીત્યા
વડોદરા
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (ટીટેએબીડી)ના ઉપક્રમે વડોદરાના સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજીત આઇઓસીએલ ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં અમદાવાદની રાઈઝિંગ સ્ટાર મોઉબોની ચેટર્જી એ શાનદાર પ્રદર્શન કરતા સ્ટેટ રેન્કિંગ ટૂર્નામેન્ટમાં ચોથા અને અંતિમ દિવસે ગર્લ્સ અંડર-15, અંડર-17 અને અંડર-19 ની ફાઈનલ જીતી ટ્રિપલ ટાઈટલ પોતાના નામે કર્યા હતા.
14 વર્ષીય અને 10મી સીડ મોઉબોનીએ અંડર-17 ગર્લ્સ ઈવેન્ટની ફાઈનલમાં પોતાના જ શહેરની તથા ચોથી સીડ નિધિ પ્રજાપતિને 3-0થી હરાવી અંડર-17ની ટ્રોફી પોતાના નામે કરી હતી.
અમદાવાદની ખેલાડીએ પોતાનો દબદબો જાળવી રાખતા ભાવનગરની ચોથી સીડ એવી ચાર્મી ત્રિવેદીને 3-0થી હરાવી અને બીજું ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
મોઉબોનીએ અંડર-19ની ફાઈનલમાં મજબૂત પડકારનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં ટોપ સીડ મોઉબોનીને ભાવનગરની બીજી સીડ રિયા જયસ્વાલે 4-2થી મેચ ગુમાવતા પહેલા પડકાર આપ્યો હતો, આ સાથે મોઉબોનીએ પ્રથમવાર સ્ટેટ રેન્કિંગ ટૂર્નામેન્ટમાં ટ્રિપલ ટાઈટલ જીત્યા.
અમદાવાદી મોઉબોનીનો ટૂર્નામેન્ટમાં ભારે દબદબો જોવા મળ્યો હતો, તેણે 4 ઈવેન્ટમાં ભાગ લીધો હતો અને તેમાંથી 3 કેટેગરીમાં ટ્રોફી પોતાના નામે કરી જ્યારે મહિલા કેટેગરીની ફાઈનલમાં રનર અપ રહી એટલે કે – ભાગ લીધેલ તમામ 4 ઈવેન્ટમાં તેણે પોડિયમ ફિનિશ કર્યું.
અંડર-15 બોય્ઝ ફાઈનલમાં અમદાવાદના ટોપ સીડ માલવ પંચાલે એક ગેમ હાર્યા બાદ વળતી લડત આપતા વડોદરાના બીજી સીડ વેદ પંચાલ વિરુદ્ધ 3-1થી જીતી ટાઈટલ પોતાના નામે કર્યું.
અંડર-13 બોય્ઝ ટાઈટલ બીજી સીડ સુરતના અનય બચાવતે કચ્છના નૈરીક વૈદ્યને 3-1થી હરાવી જીત્યું, જ્યારે ગર્લ્સ કેટેગરીમાં ટોપ સીડ એવી સુરતની દાનિયા ગોડિલે ત્રીજી સીડ નિયતી પાઠકને હરાવી ટાઈટલ જીત્યું હતું.
અંડર-11 બોય્ઝ ટાઈટલ કચ્છના ટોપ સીડ ધ્રુવ ભંબાણી જીત્યું. જેણે બીજી સીડ ભાવનગરના હેનિલ લંગાલિયાને 3-1થી હરાવી જીત્યું. જ્યારે ગર્લ્સમાં બીજી સીડ સુરતની ધિમાહી કાબરાવાલાએ ટોપ સીડ અમદાવાદની મિશા લાખાણીને 3-0થી હરાવી ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
પરિણામોઃ
જુનિયર ગર્લ્સ (અંડર-19) ફાઈનલ: મોઉબોની ચેટર્જી (1) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ (2) (ભાવનગર) 11-8, 9-11, 11-7, 8-11, 11-9, 11-6; ત્રીજું સ્થાન: નિધિ પ્રજાપતિ (4) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર (3) (સુરત) 5-11, 11-7, 7-11, 12-10, 13-11.
જુનિયર ગર્લ્સ (અંડર-17) ફાઈનલ: મોઉબોની ચેટર્જી (10) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ નિધિ પ્રજાપતિ (4) (અમદાવાદ) 11-7, 11-6, 11-3; ત્રીજું સ્થાન: રિયા જયસ્વાલ (1) (ભાવનગર) જીત્યા વિરુદ્ધ ચાર્મી ત્રિવેદી (3) (ભાવનગર) 6-11, 11-3, 5-11, 11-6, 11-9.
સબ જુનિયર બોય્ઝ (અંડર-15) ફાઈનલ: માલવ પંચાલ (1) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ વેદ પંચાલ (2) (વડોદરા) 6-11, 11-3, 19-17, 11-3; ત્રીજું સ્થાન: ધ્યાન વસાવડા (13) (વડોદરા) જીત્યા વિરુદ્ધ દ્વિન ભાલોડિયા (3) (અમદાવાદ) 5-11, 5-11, 11-6, 11-5, 11-5.
સબ-જુનિયર ગર્લ્સ (અંડર-15) ફાઈનલ: મોઉબોની ચેટર્જી (3) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ ચાર્મી ત્રિવેદી (4) (ભાવનગર) 11-5, 11-8, 11-5; ત્રીજું સ્થાન: જીયા ત્રિવેદી (1) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધા દાનિયા ગોડિલ (2) (સુરત) 11-9, 11-3, 5-11, 11-13, 11-7.
કેડેટ બોય્ઝ (અંડર-13) ફાઈનલ: અનય બચ્છાવત (2) (સુરત) જીત્યા વિરુદ્ધ નૈરિત વૈદ્ય (4) (કચ્છ) 11-8, 11-9, 9-11, 11-4; ત્રીજું સ્થાન: દેવ ભટ્ટ (1) (રાજકોટ) જીત્યા વિરુદ્ધ અંશ ખમાર (3) (અમદાવાદ) 11-5, 9-11, 11-9, 11-13, 11-8.
કેડેટ ગર્લ્સ (અંડર-13) ફાઈનલ: દાનિયા ગોડિલ (1) (સુરત) જીત્યા વિરુદ્ધ નિયતિ પાઠક (3) (સુરત) 11-1, 11-6, 13-11; ત્રીજું સ્થાન: વિન્સી તન્ના (2) (સુરત) જીત્યા વિરુદ્ધ ફિઝા પવાર (4) (અમદાવાદ) 11-6, 11-4, 10-12, 11-5.
હોપ્સ બોય્ઝ (અંડર-11) ફાઈનલ: ધ્રુવ બ્રહ્મભટ્ટ (1) (કચ્છ) જીત્યા વિરુદ્ધ હેનિલ લંગાલિયા (2) (ભાવનગર) 11-7, 11-5, 6-11, 11-8; ત્રીજું સ્થાન: રેહાંશ સિંઘવી (3) (કચ્છ) જીત્યા વિરુદ્ધ નક્ષ પટેલ(5) (અમદાવાદ) 11-7, 11-6, 12-10.
હોપ્સ ગર્લ્સ (અંડર-11) ફાઈનલ: ધિમાહી કાબરાવાલા (2) (સુરત) જીત્યા વિરુદ્ધ મિશા લાખાણી (1) (અમદાવાદ) 11-2, 11-5, 11-8; ત્રીજું સ્થાન: જેન્સી મોદી (3) (અમદાવાદ) જીત્યા બાદ માયરા ખેશકાની (4) (કચ્છ) 11-5, 11-7, 14-12.