
વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ટ્રાફિક અવરનેસ માટે નાટક દ્વારા, સિમ્બોલ બતાવીને વિદ્યાર્થીઓને ટ્રાફિક અંગે જાગૃત કર્યા હતા. તેમજ ઈમરજન્સી નંબરોની વિગતવાર માહિતી આપી હતી, જેથી સમાજમાં ટ્રાફિક અંગે જગૃતિ આવે, નાની ઉંમરના વિદ્યાર્થીઓ લાઈસન્સ વિના વાહન ન ચલાવે, પૂર ઝડપે ન ચલાવે, અકસ્માત ન સર્જાય એ હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
