ખેલ મહાકુંભ ૩.૦ઃ નારણપુરાની નવરંગ સ્કેટીંગ રીંગ ખાતે બહેનોની રાજ્યકક્ષાની રોલબોલ સ્પર્ધા યોજાઇ

અં-૧૪ અને૧૭ વયજુથમાં બહેનોની સ્પર્ધાઓ યોજાઈ અમદાવાદ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અમદાવાદના નારણપુરામાં આવેલી નવરંગ સ્કેટીંગ રીંગ ખાતે બહેનોની રાજ્યકક્ષાની રોલબોલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અં-૧૪ અને૧૭ વયજૂથમાં બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના પરિણામોમાં અં-૧૪ બહેનોમાં પ્રથમ નંબરે રેડીયન સ્કૂલ સુરત, બીજા નંબરે રાયન સ્કૂલ સુરત અને ત્રીજા નંબરે ગજેરા સ્કૂલ (અંગ્રેજી માધ્યમ), સુરતની ટીમો…

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં સુખદેવસિંહ ગઢવીનો ડાયરો યોજાયો

તા.09-01-2025 ના રોજ સાંજે 4 કલાકે હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં  ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ચિરાગ ખાદી ગ્રામઉદ્યોગ વિકાસ સંઘના સહયોગથી અમે રંગીલા ગુજરાતી ના થીમ ઉપર ડાયરો, ગુજરાતી લોકગીતો, ભજન અને હાસ્યનો કાર્યક્રમ વૃદ્ધાશ્રમનાં વડીલો માટે યોજવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સાંસદ અને જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન…