અં-૧૪ અને૧૭ વયજુથમાં બહેનોની સ્પર્ધાઓ યોજાઈ
અમદાવાદ
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અમદાવાદના નારણપુરામાં આવેલી નવરંગ સ્કેટીંગ રીંગ ખાતે બહેનોની રાજ્યકક્ષાની રોલબોલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અં-૧૪ અને૧૭ વયજૂથમાં બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના પરિણામોમાં અં-૧૪ બહેનોમાં પ્રથમ નંબરે રેડીયન સ્કૂલ સુરત, બીજા નંબરે રાયન સ્કૂલ સુરત અને ત્રીજા નંબરે ગજેરા સ્કૂલ (અંગ્રેજી માધ્યમ), સુરતની ટીમો વિજેતા રહી હતી.
એ જ રીતે અં-૧૭ બહેનોની સ્પર્ધાઓમાં પ્રથમ નંબરે સુરતની ગજેરા સ્કૂલ (અંગ્રેજી માધ્યમ), બીજા નંબરે ભરૂચની વિઝન સ્કૂલ અને ત્રીજા નંબરે સુરતની ગજેરા સ્કૂલ (ગુજરાતી માધ્યમ)ની ટીમો વિજેતા થઈ હતી.
સ્પર્ધાના વિજેતા થયેલા ખેલાડીઓને રાજય સરકાર દ્વારા મેડલ અને ટ્રેક શુટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગની સ્વાયત્ત સંસ્થા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા હાલમાં ખેલ મહાકુંભ ૩.૦ યોજાઇ રહ્યો છે. જે અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારી અમદાવાદ અને જિલ્લા રમતગમત અધિકારી અમદાવાદ ગ્રામ્યની કચેરી દ્વારા રાજ્યકક્ષા રોલબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

