તા.09-01-2025 ના રોજ સાંજે 4 કલાકે હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ચિરાગ ખાદી ગ્રામઉદ્યોગ વિકાસ સંઘના સહયોગથી અમે રંગીલા ગુજરાતી ના થીમ ઉપર ડાયરો, ગુજરાતી લોકગીતો, ભજન અને હાસ્યનો કાર્યક્રમ વૃદ્ધાશ્રમનાં વડીલો માટે યોજવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સાંસદ અને જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, નવરંગપુરા વોર્ડના મ્યુ.કાઉન્સિલર હેમંત પરમાર, ભા.જ.પ.ના પ્રવક્તા નિલેશ સોલંકી, લાયન્સ ક્લબના પી.આર.ઓ. ગિરીશ પટેલ અને રમેશભાઈ નાગર (સી.એ.) વગેરેએ ઉપસ્થિત રહ્યા હતાં.
હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં સુખદેવસિંહ ગઢવીનો ડાયરો યોજાયો
