
અમદાવાદ
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ની અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન તરીકે સીએ નીરવ અગ્રવાલ વર્ષ 2025-26 માટે ચૂંટાઈ આવ્યા છે. આઇસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં વર્ષ 2025-26 માટેનાં નવાં હોદેદારોમાં સેક્રેટરી તરીકે સીએ સમીર ચૌધરી, વાઇસ ચેરમેન તરીકે સીએ રિંકેશ શાહ, ટ્રેઝરર તરીકે સીએ સાહિલ ગાલા, વિકાસા ચેરમેન તરીકે સીએ શિખા અગ્રવાલનો સમાવેશ થાય છે, મેનેજિંગ કમિટીના સભ્યોમાં સીએ અભિનવ માલવિયા, સીએ ચેતન જગતિયા, સીએ જીતેન ત્રિવેદી અને સીએ સુનિત શાહનો સમાવેશ થાય છે.
આઇસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં વર્ષ 2025-26 માટેનાં નવાં હોદેદારોની જાહેરાત અંગેના કાર્યક્રમમાં આઇસીએઆઈનાં સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરુષોત્તમ ખંડેલવાલ, તેમજ ડબલ્યુ આઈ આર સી(WIRC) નાં રિજનલ કાઉન્સિલ મેમ્બર સીએ બિશન શાહ અને સીએ (ડૉ.) ફેનિલ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે, આઇસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન સીએ નીરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, ” ICAIની દેશમાં બીજા નંબરની સૌથી મોટી બ્રાન્ચની સેવા કરતાં અમને આનંદની લાગણી થાય છે.મને વિશ્વાસ છે કે અમારી ટીમ દૂરંદેશીતા અને ઉત્સાહ સાથે નવી ઊંચાઈઓ સર કરશે. અમારી ટીમ વર્ષ 2025-26માં સ્ટુડન્ટ એમપાવરમેન્ટ પર વધારેમાં વધારે ધ્યાન આપશે”