અમદાવાદ
એસીટીએફ ખાતે રમાઈ રહેલી આઈટીએફ ડબલ્યુ50 વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં મુખ્ય ડ્રોના પ્રથમ રાઉન્ડમાં અમદાવાદની ઝીલ દેસાઈએ તેના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો અને તેણે 59મિનિટમાં ક્વોલિફાયર સોનલ પાટીલને કોઈ પણ મુશ્કેલી વિના 6-1, 6-1ના સ્કોરથી પરાજય આપ્યો હતો.



પ્રથમ રાઉન્ડમાં ભારત અને જાપાનની ચાર-ચાર ખેલાડીઓનો વિજય થયો હતો. જાપાનનીકુનો કોજાકીએ તેના જ દેશની મિચિકા ઓઝેકીને 5-7,7-6, 7-5થી, કાનાકો મોરિસાકીએ ભારતની પ્રાંજલાને 6-2, 6-3થી રિનોન ઓકુવાકીએ ભારતની લોહા સાદિકને6-4, 6-0થી તથા અકિકો ઓમેઈએ થાઈલેન્ડની થામચાઈવાટને 6-0,4-6,7-5ના સ્કોરથી પરાજયઆપ્યો હતો. ભારતીય ખેલાડીઓમાં અંજલિ રાઠીએ પોલેનડની વેરોનિકા ઈવાલ્ડને 6-2, 6-4થી,વૈષ્ણવી અડકરે એક્ટરિના યાશિનાને 6-4, 1-6, 6-4થી સ્મૃતિ ભાસિને ભારતની અન્ય ખેલાડી વિધિ જાનીને 6-1, 6-3થી હરાવીને આગેકૂચ કરી હતી. અન્ય વિદેશી ખેલાડી મારિયા ગોલોવિનાએ ફ્રાન્સની માર્ગેટને 6-3, 2-6, 6-0થી એનેસ્તેશિયા ગુરેવાએ જાપાનની ઈકુમી યમાઝાકીને 6-3, 6-4થી પરાજય આપ્યો હતો.
