આઈટીએફ ડબલ્યુ50 વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં ગુજરાતની ઝિલ દેસાઈનો વિજયી પ્રારંભ
અમદાવાદ એસીટીએફ ખાતે રમાઈ રહેલી આઈટીએફ ડબલ્યુ50 વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં મુખ્ય ડ્રોના પ્રથમ રાઉન્ડમાં અમદાવાદની ઝીલ દેસાઈએ તેના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો અને તેણે 59મિનિટમાં ક્વોલિફાયર સોનલ પાટીલને કોઈ પણ મુશ્કેલી વિના 6-1, 6-1ના સ્કોરથી પરાજય આપ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં ભારત અને જાપાનની ચાર-ચાર ખેલાડીઓનો વિજય થયો હતો. જાપાનનીકુનો કોજાકીએ તેના જ દેશની મિચિકા…
