વિમેન્સ ડબલ્સમાં તેજસ્વી અને દિવ્યાની જોડીએ ટ્રોફી જીતી
અમદાવાદ
એસ ટેનિસ એકેડમી, પલોડિયા ખાતે રમાયેલી આઇટા એસ મોલકેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં મેન્સ તથા વિમેન્સ કેટેગરીની સિંગલ્સ તથા ડબલ્સ ફાઇનલ રમાઈ હતી. વિમેન્સ સિંગલ્સમાં તેજસ્વી ડાબાસે ઐશ્વર્યા જાધવને ૬-૧, ૬-૩થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. વિમેન્સ ડબલ્સમાં તેજસ્વી અને દિવ્યાની જોડીએ ઐશ્વર્યા તથા આકૃતિ સોનકુસારેની જોડીને ૭-૫, ૬-૪, ૧૦-૭ના સ્કોરથી હરાવીને ટ્રોફી જીતી હતી. મેન્સ ડબલ્સમાં નિશિથ નવીન અને શૌર્યા માનિકની જોડી અઝમીર શેખ તથા સંદેશ કુરાલેની જોડીને ભારે સંઘર્ષ બાદ ૧-૬, ૭-૬(૮-૬), ૧૦-૮ના સ્કોરથી પરાજય આપીને ચેમ્પિયન બની હતી. મેન્સ સિંગલ્સમાં માધવિન કામથે કોઇ પણ મુશ્કેલી વિના વીએમ રણજિથને 6-2, 6-3થી હરાવીને ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. વિજેતા ખેલાડીઓને એસ એકેડમીના ફાઉન્ડર પ્રમેશ મોદી, ટૂર્નામેન્ટ ડાયરેક્ટર ડિમિટ્રી બાસ્કોવ તથા બી. તિવારીએ (આઇઆરએસ) ટ્રોફી અને ઈનામી રકમના ચેકથી સન્માનિત કર્યા હતા.
