568 યુગલો સાથે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં છેતરપિંડી, છોકરીઓએ પોતાને જ હાર પણ પહેરાવતી જોવા મળી રહી છે
બલિયા
ઉત્તર પ્રદેશના બલિયા ગામમાં લગ્નમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 568 યુગલો સાથે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં છેતરપિંડી થઈ છે. અહીં સેંકડો છોકરીઓએ વર વગર જ લગ્ન કર્યા અને પોતાને જ હાર પણ પહેરાવી જોવા મળી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. હાલમાં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ સરકાર 51 હજાર રૂપિયા આપે છે. તેમજ તેનું આયોજન દરેક જિલ્લામાં કરવામાં આવે છે. બલિયા જિલ્લામાં 568 યુગલોના લગ્ન થયા. પરંતુ હવે તેમાં છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં સેંકડો કન્યાઓના વિવાહ વર વગર જ થયા હતા. ઘણી નવવધુઓ પોતાના જ ગળામાં હાર પહેરાવતી જોવા મળી છે. તેમજ આ ઉપરાંત ઘણી મુસ્લિમ કન્યાઓ પણ પોતાને જ જાતે હાર પહેરાવી રહી હતી.
આ મામલાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ છોકરીઓ ત્યાં ફરવા માટે આવી હતી. જેને પૈસાની લાલચ આપીને સામૂહિક લગ્ન યોજનામાં ભાગ લેવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી હતી. જેથી કાગળ પર યોજના દેખાડીને સરકારી તિજોરીમાંથી પૈસા લેવામાં આવે.
જયારે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો ત્યારે મોટી બબાલ થઇ હતી. આ મામલે વધુ માહિતી આપતા CDOએ એક નિવેદનમાં કહ્યું કે, ’20 સભ્યોની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. હાલ મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ મળતું ભંડોળ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 20 પાત્રોની તપાસમાં 8 લોકો નકલી હોવાનું જાણવા મળ્યું છે. તેમની સામે કેસ નોંધીને વસૂલાત કરવામાં આવશે.