ભાવનગર
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી માઇક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં બુધવારે ભાવનગરના સૌથી અનુભવી એવા જિજ્ઞેશ જયસ્વાલે તેમની બંને ક્વોલિફાઈંગ રાઉન્ડની મેચ જીતીને મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો. ટુર્નામેન્ટ ભાવનગરના સિસદર રોડ ખાતેના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ચોથીથી સાતમી જૂન દરમિયાન યોજાઈ છે.
જયસ્વાલ પરિવારના જ અન્ય એક સદસ્ય ઓમ જયસ્વાલે પણ તેના કાકાના પગલે આગળ વધીને મેન્સ સિંગલ્સના મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો. ઓમ જયસ્વાલે પણ ક્વોલિફાઇંગ રાઇન્ડની બંને મેચ જીતી હતી.
ભાવનગરના અન્ય પ્રતિભાશાળી ખેલાડી પૂજન ચંદારાણાએ અંડર-19 બોયઝ કેટેગરીમાં તેની બંને મેચ જીતીને મેઇન ડ્રોમાં પ્રવેશ કર્યો હતો.
અંડર-17 બોયઝ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સ્થાનિક ખેલાડી કહાન ગોહેલે પણ શાનદાર પ્રદર્શન કરીને મેઇન ડ્રોમાં પ્રવેશ કર્યો હતો. અમદાવાદના આર્ય કટારીયાએ આ સિઝનમાં પુનરાગમન કરનારા સુરતના વિવાન દવેને હરાવીને આગેકૂચ કરી હતી.
ક્વોલિફાઈંગ રાઉન્ડના કેટલાક પરિણામો.
મેન્સઃ નુતાંશુ દાયમા જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની 8-11, 11-7, 9-11, 13-11, 14-12; નુતાંશુ દાયમા જીત્યા વિરુદ્ધ હ્રિદાન શાહ 11-7, 11-8, 11-7; ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ હ્રિદાન શાહ 11-8, 11-8, 11-5; ઓમ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ કાર્તિકેય અગ્રવાલ 11-8, 11-7, 11-5; કાર્તિકેય અગ્રવાલ જીત્યા વિરુદ્ધ યશ પ્રતાપ સિંઘ 15-13, 11-4, 3-11, 7-11, 12-10; ઓમ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ યશ પ્રતાપ સિંઘ 11-5, 11-6 11-7
જિજ્ઞેશ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ નૈમિત ઉપાધ્યાય 11-4, 11-2, 11-3; નૈમિત ઉપાધ્યાય જીત્યા વિરુદ્ધ હિતેશ પરમાર 9-11, 11-3, 11-8, 9-11, 11-6; જિજ્ઞેશ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ હિતેશ પરમાર 11-1, 11-2, 11-4.
જુનિયર બોયઝ (અંર-10) પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ અર્પાજ્યોતિ માંડલ 11-5, 11-3, 11-5; અર્પાજ્યોતિ માંડલ જીત્યા વિરુદ્ધ માનવ શાહ 11-6, 11-8, 11-5; પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ માનવ શાહ 11-5, 11-2, 11-4
ધ્યાન વસાવડા જીત્યા વિરુદ્ધ અવિક નવાડીયા 11-8, 11-8, 11-4; ચિરાગ ડાભી જીત્યા વિરુદ્ધ અવિક નવાડીયા 8-11, 11-7, 11-7, 11-5; ધ્યાન વસાવડા જીત્યા વિરુદ્ધ ચિરાગ ડાભી 11-5, 11-7, 11-6; વંદન સુતરિયા જીત્યા વિરુદ્ધ યજ્ઞેશ પરમાર 11-7, 15-13, 11-1; રિયાન શાહ જીત્યા વિરુદ્ધ યજ્ઞેશ પરમાર 7-11, 9-11, 11-9, 12-10, 11-7; વંદન સુતરિયા જીત્યા વિરુદ્ધ રિયાન શાહ 11-5, 12-10,4-11, 11-8; સાગર મકવાણા જીત્યા વિરુદ્ધ અહદાલી કાઝી 11-7, 11-7, 11-6; વંશ દરિયાની જીત્યા વિરુદ્ધ અહદાલી કાઝી 11-8, 8-11, 11-6, 11-9; સાગર મકવાણા જીત્યા વિરુદ્ધ વંશ દરિયાની 14-12, 7-11, 4-11, 11-7, 11-8
જુનિયર બોયઝ (અંડર-17) કહાન ગોહેલ જીત્યા વિરુદ્ધ પ્રત્યુશ સિંહા 11-5, 11-4, 7-11 11-7; લવિશ કેડીયા જીત્યા વિરુદ્ધ પ્રત્યુશ સિંહા 11-6, 12-10, 11-3; કહાન ગોહેલ જીત્યા વિરુદ્ધ લવિશ કેડીયા 11-6, 11-8, 11-8; પ્રહર્ષ વાળા જીત્યા વિરુદ્ધ લવિશ શાહ 11-6, 11-7, 11-7; ક્રિશય ભટ્ટ જીત્યા વિરુદ્ધ લવિશ શાહ 11-8, 11-4, 11-7; ક્રિશય ભટ્ટ જીત્યા વિરુદ્ધ પ્રહર્ષ વાળા 10-12, 11-8, 11-7, 11-9; આર્ય કટારીયા જીત્યા વિરુદ્ધ વિવાન દવે 11-5, 11-7, 12-10
