અમદાવાદ
અમદાવાદમાં ACTF કોર્ટ્સ ખાતે W50 ITF ટુર્નામેન્ટમાં બુધવારનો દિવસ ગુજરાતની ખેલાડીઓ માટે મિશ્ર રહ્યો હતો. ભારતની નંબર 1 WTA-ક્રમાંકિત ખેલાડી, અંકિતા રૈના (સીડેડ 7), એ ટુર્નામેન્ટમાં તેના અભિયાનની શરૂઆત પ્રભાવશાળી જીત સાથે કરી હતી. તેના રાઉન્ડ ઓફ 32 મેચમાં, રૈનાએ જાપાનની ફુના કોઝાકી (WTA 607) ને સીધા સેટમાં 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. આ મેચ 1 કલાક અને 43 મિનિટ ચાલી હતી. જ્યારે ઝિલ દેસાઈ બીજા રાઉન્ડમાં હારી ગઈ હતી.


હાલમાં WTA સિંગલ્સ રેન્કિંગમાં 292મી ક્રમાંકિત રૈનાએ ઉત્તમ ફોર્મ દર્શાવતા શરૂઆતથી જ મેચ પર પ્રભુત્વ મેળવ્યું. કોઝાકીની મજબૂત સર્વિસ છતાં, રૈનાના મજબૂત ગ્રાઉન્ડસ્ટ્રોક્સ અને વ્યૂહાત્મક રમતે તેને જીત પર મહોર લગાવવા માટે મહત્વપૂર્ણ બ્રેક પોઈન્ટ સુરક્ષિત કર્યા. મેચમાં બંને ખેલાડીઓએ મજબૂત સર્વિસ કરી હતી, પરંતુ અંકિતાની બીજી સર્વ પર સાતત્ય અને બ્રેક પોઈન્ટને કન્વર્ટ કરવાની તેની ક્ષમતાએ તેની રમતને મજબૂતાઈ આપી હતી.
ગુજરાતની ખેલાડી, વૈદેહી ચૌધરી (સીડેડ 13) એ જોરદાર દેખાવ કરતા જાપાનની હોનોકા કોબાયાશીને 6-1, 6-3થી હાર આપીને રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું.


બુધવારની મહત્વપૂર્ણ મેચોના પરિણામ:
ટોચની ક્રમાંકિત અરિના રોડિઓનોવા (ઓસ્ટ્રેલિયા)જાપાનની અકીકો ઓમેને 6-1, 2-6, 6-3 થી હરાવી. મેચ 1 કલાક અને 46 મિનિટ ચાલી હતી.
ગુજરાતની ખેલાડી ઝીલ દેસાઈ બીજા રાઉન્ડમાં ડારિયા કુડાશોવા (સીડેડ 11) સામે 1-6. 1-6થી હારી ગઈ.