ચીનના પૂર્વ વડાપ્રધાન લી કેકિયાંગનું હાર્ટ એટેકથી નિધન

Spread the love

ચીનના સરકારી ટેલિવિઝન પર જણાવાયું છે કે 68 વર્ષીય લી શાંઘાઈની મુલાકાતે ગયા હતા ત્યારે અચાનક તેઓ મૃત્યુ પામ્યા

બેઈજિંગ

ચીનના પૂર્વ વડાપ્રધાન લી કેકિયાંગનું શુક્રવારે વહેલી સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. ચીનના હવાલાથી એક અહેવાલમાં દાવો કરાયો હતો કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે એક દાયકા સુધી કામ કરનાર અને નરમ વલણ અપનાવનારા નેતાના જીવનનો અચાનક અંત આવ્યો.

ચીનના સરકારી ટેલિવિઝન પરના એક અહેવાલમાં જણાવાયું છે કે 68 વર્ષીય લી શાંઘાઈની મુલાકાતે ગયા હતા ત્યારે ગુરુવારે મધ્યરાત્રિએ અચાનક તેઓ મૃત્યુ પામ્યા.  જોકે તેમને બચાવવાના તમામ પ્રયાસો કરવા છતાં સફળતા મળી ન હતી. 

લીને એક સમયે શાસક ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના સંભવિત ટોચના નેતા માનવામાં આવતા હતા. પરંતુ આખરે તેમણે શીને પાછળ છોડી દીધા અને 2013માં ચીનના વડાપ્રધાન બન્યા. આગામી 10 વર્ષોમાં તેમણે ચીની સરકારના મંત્રાલયોનું નેતૃત્વ કર્યું, પરંતુ લી સહિત અગાઉના વડાપ્રધાનોની સરખામણીમાં તેઓ ઓછા પાવર ધરાવતા દેખાયા. તેના બદલે શી જિનપિંગની નીતિ પ્રભુત્વ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *