· ઉભરતા જોખમો સામે વ્યવસાયોને સુરક્ષા પૂરી પાડવા માટે 120થી વધુ કવરેજ વિકલ્પો
· મેન્યુફેક્ચરિંગ અને નોન-મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં ઉભરતા જોખમોને નાથવા માટે વિશિષ્ટ, ફ્લેક્સિબલ પોલિસી

મુંબઈ
ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે અદ્વિતીય ફ્લેક્સિબિલિટી, વધુ રિસ્ક એસેસમેન્ટ સર્વિસીઝ અને 120થી વધુ કસ્ટમાઇઝ કરી શકાય તેવા કવરેજ વિકલ્પો દ્વારા બિઝનેસ પ્રોટેક્શનને પુનઃવ્યાખ્યાયિત કરતી આધુનિક ઓલ-રિસ્ક ઇન્શ્યોરન્સ પોલિસી આઈએઆર સુપ્રીમ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. ઉભરતા જોખમના ક્ષેત્રનો ઉકેલ રજૂ કરવા માટે બનાવાયેલી આઈએઆર સુપ્રીમ મેન્યુફેક્ચરિંગ અને નોન-મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ બંને માટે બનાવાયેલી છે જે પરંપરાગત પોલિસીની સામે વ્યાપક કવરેજ સુનિશ્ચિત કરે છે.
વ્યવસાયો હવે વધુને વધુ જટિલ વાતાવરણમાં કામ કરી રહ્યા છે ત્યારે ડાયનેમિક રિસ્ક મેનેજમેન્ટ હવે વિકલ્પ નથી, પણ આવશ્યકતા છે. આઈએઆર સુપ્રીમ મુખ્ય વ્યવસાયિક કામગીરીમાં વ્યાપક કવરેજ સાથે વ્યાપારી એકમોને સશક્ત બનાવે છે અને સુનિશ્ચિત કરે છે કે તેઓ અણધાર્યા વિક્ષેપોનો સામનો કરવા માટે સ્થિતિસ્થાપક રહે.
આઈએઆર સુપ્રીમ મટિરિયલ ડેમેજ, મશીનરી બ્રેકડાઉન અને વ્યાપાર વિક્ષેપ સહિત અનેક વિભાગોમાં અનુરૂપ કવરેજ ઓફર કરીને ઉદ્યોગમાં નવું સીમાચિહ્ન સ્થાપે છે. તેમાં ક્લેઇમ પછી સમ એશ્યોર્ડની અમર્યાદિત પુનઃસ્થાપના, પોલિસી રિન્યૂઅલની ગેરંટી અને રિસ્ક એસેસમેન્ટ તથા મીટિગેશન સર્વિસીઝમાં સહાય જેવા અનન્ય લાભો સમાવિષ્ટ છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે ચીફ કોર્પોરેટ સોલ્યુશન્સ ગ્રુપ એન્ડ ઇન્ટરનેશનલ એન્ડ બાન્કા શ્રી સંદીપ ગોરડિયાએ જણાવ્યું હતું કે, “વ્યવસાયો વધુને વધુ જટિલ જોખમી વાતાવરણમાં કામ કરી રહ્યા છે ત્યારે નાણાંકીય સુરક્ષા અને કામગીરીમાં સાતત્ય સુનિશ્ચિત કરવું સર્વોપરી છે. ‘આઈએઆર સુપ્રીમ’ આ પડકારોનું વૈવિધ્યપૂર્ણ અને ફ્લેક્સિબલ પોલિસી કવરેજ સાથે સમાધાન કરવા માટે બનાવવામાં આવી છે. આ પોલિસી ક્લાયન્ટની અનન્ય જરૂરિયાતો માટે વ્યાપક ઉકેલ પ્રદાન કરે છે.”
અદ્વિતીય ફ્લેક્સિબિલિટી અને ઉદ્યોગ-પ્રથમ સુવિધાઓ સાથે વ્યાપક કવરેજ
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની આઈએઆર સુપ્રીમ એક માળખાકીય અને વૈવિધ્યપૂર્ણ પોલિસી ફ્રેમવર્ક રજૂ કરે છે, જે વ્યવસાયોને તેમના કવરેજ પર વધુ નિયંત્રણ આપે છે. ગ્રાહકની કવરેજ જરૂરિયાતના આધારે પોલિસી કસ્ટમાઇઝ કરી શકાય છે.
વ્યવસાય સ્થિતિસ્થાપકતા અને ભારતના આર્થિક વિકાસને આગળ વધારે છે
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની આઈએઆર સુપ્રીમમાં વ્યવસાયોને ઓપરેશનલ સ્થિતિસ્થાપકતા જાળવવામાં મદદ કરવા માટે અદ્યતન સપોર્ટ સેવાઓનો પણ સમાવેશ થાય છે. ગ્રાહકો નબળાઈઓને ઓળખવા, નિવારક પગલાં અમલમાં મૂકવા અને નુકસાનની સ્થિતિમાં ઝડપી રિકવરી સુનિશ્ચિત કરવા માટે નિષ્ણાંત રિસ્ક એસેસમેન્ટનો લાભ લઈ શકે છે. પોલિસીનું અનુકૂલનક્ષમ માળખાના લીધે વ્યવસાયો પરંપરાગત ટેરિફવાળી આઈએઆર પોલિસીમાંથી સરળ રીતે સંક્રમણ કરી શકે છે.
“યોગ્ય માળખા ધરાવતી રિસ્ક મેનેજમેન્ટ સ્ટ્રેટેજી ઓપરેશનલ સાતત્ય, નાણાંકીય સુરક્ષા અને લાંબા ગાળાની વૃદ્ધિની ખાતરી કરવા માટે મહત્વપૂર્ણ છે. આઈએઆર સુપ્રીમ એ માત્ર ઇન્શ્યોરન્સ વિશે જ નથી, તે એક વ્યાપક રિસ્ક સોલ્યુશન છે જેનાથી વ્યવસાયો તેમના કવરેજને કસ્ટમાઇઝ કરી શકે છે, એક્સપર્ટ રિસ્ક એસેસમેન્ટની એક્સેસ મેળવી શકે છે અને અનિશ્ચિત સમયમાં નાણાંકીય સ્થિરતા સુનિશ્ચિત કરી શકે છે” એમ સંદીપ ગોરડિયાએ ઉમેર્યું હતું.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની આઈએઆર સુપ્રીમ એ ઉભરતા જોખમોને ઘટાડવામાં વ્યવસાયોને ટેકો આપવા માટે બનાવવામાં આવી છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તે આજના સતત વિકસતા આર્થિક ક્ષેત્રે સુરક્ષિત અને ચપળ રહે. ફ્લેક્સિબિલિટી, રિસ્ક ઇન્ટેલિજન્સ અને વિશિષ્ટ કવરેજને એક કરીને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ભવિષ્ય માટે સુરક્ષિત ભારતીય એકમોના માર્ગનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખે છે.