અમદાવાદની વુરા દ્વારા સૌરવ ગાંગુલીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક

Spread the love

ભારત

અમદાવાદ સ્થિત ગ્લોબલ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે અગ્રણી કન્સ્ટ્રક્શન કેમિકલ બ્રાન્ડ વુરા બાઉ-કેમી એલએલપીએ વિખ્યાત ક્રિકેટ લિજેન્ડ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર અને મેન્ટર બનાવવાની જાહેરાત કરી છે. આ ભાગીદારી આ બ્રાન્ડ માટે એક રોમાંચક નવું પ્રકરણ સાબિત થશે કારણ કે તે કન્સ્ટ્રક્શન કેમિકલ ઉદ્યોગમાં સૌથી મોટા બજાર તરફની સફર શરૂ કરી રહી છે.

સૌરવ ગાંગુલીએ આ પ્રસંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “હું વુરા સાથે જોડાઈને ખૂબ રોમાંચિત છું, એક એવી કંપની જે અત્યાધુનિક ટેક્નોલોજીને નવીનતા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની ગહન પ્રતિબદ્ધતા સાથે જોડે છે. ક્રિકેટમાં કે જીવનમાં, ટકી રહે તેવું કંઈક બનાવવા માટે વિઝન અને ટીમ વર્કની જરૂર હોય છે. મારું માનવું છે કે વુરાનો વિકાસ પ્રત્યેનો દ્રષ્ટિકોણ, નવીનતા અને મુખ્ય માનવીય મૂલ્યો તેમના ધ્યાનથી પ્રેરિત છે, જે મારા પોતાના સિદ્ધાંતો સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. હું તેમની સાથે મળીને વધુ સારી રીતે નિર્માણ કરવાના તેમના મિશનને સમર્થન આપવા માટે ઉત્સાહિત છું.”

વુરાના સીઈઓ મિનેશ ચૌધરીએ ભાગીદારી અંગેનો તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “અમને આપણા સૌના દાદા એવા સૌરવ ગાંગુલીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનું સન્માન મળ્યું છે. તેમનું નેતૃત્વ, ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પ્રમાણિકતા તેમને અમારા મૂલ્યોના આદર્શ પ્રતિનિધિ બનાવે છે. વુરા બાઉ-કેમીમાં અમે આવનારી પેઢીઓ માટે વારસો બનાવવાની દ્રષ્ટિથી પ્રેરિત છીએ. અમારી નવીન પ્રોડક્ટ્સ હંમેશા વિસ્તૃત  શોધ અને વિકાસ પ્રક્રિયા દ્વારા સમર્થિત હોય છે. ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે, અમે બિલ્ડિંગ મટિરિયલ અને કન્સ્ટ્રક્શન કેમિકલ ઉદ્યોગમાં નવીન અને પરિણામલક્ષી પ્રોડક્ટ્સ માટે આરએન્ડડીમાં નોંધપાત્ર રોકાણ કરીએ છીએ. અમારી કેટલીક પ્રોડક્ટ્સ નવી ફાઇબર પાવર ટેક્નોલોજી સાથે બનાવવામાં આવી છે જે ઉદ્યોગમાં અનન્ય પ્રકારની છે. અમે અમારી શ્રેણીમાં સૌથી ઝડપથી વિકસતી બ્રાન્ડ છીએ, જેનું લક્ષ્ય ભારતીય બજારમાં પોતાની વધતી માંગને સંતોષવા ઉપરાંત અમારા એક્સપોર્ટ ડિવિઝનને શરૂ કરવા માટે ભારતમાં 3 નવી ઉત્પાદન સુવિધાઓ સ્થાપવાનું અને 10 નવા વેરહાઉસ ખોલવાનું છે. અમે આગામી વર્ષોમાં આઈપીઓ લાવવાની પર ધ્યાન આપવા સાથે ભારત અને પડોશી દેશોના શહેરથી ગ્રામીણ બજાર સુધી અમારી ક્ષિતિજો વિસ્તારવા પર વિચાર કરી રહ્યા છીએ. દાદા સાથે મળીને અમે આગામી થોડા વર્ષોમાં વુરાને ઘરેઘરે જાણીતું નામ બનાવવા માંગીએ છીએ.

આ પ્રસંગે, અમીત ચૌધરી, ડિરેક્ટર – વુરા, જણાવે છે કે “દાદા અમારી ટીમમાં હોવાથી માત્ર અમારી બ્રાન્ડની હાજરી જ મજબુત નહીં થાય પરંતું અમારી ક્ષમતાઓમાં પણ વધારો થશે. તેમણે તેમનો સંપુર્ણ સહકાર ભવિષ્યના બધા જ વિસ્તરણ આયોજન માટે આપ્યો છે જેથી એક એવો વારસો તૈયાર થાય છે જે સમયની સાથે વધુ મજબુત બને.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *