સાણંદમાં 250 મેગાવોટનો હાઈડ્રોજનના આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝરનો પ્લાન્ટ નખાશે

Spread the love

ગ્રીન્ઝો ઇન્ડિયા દ્વારા રૂ. 3500 કરોડના ખર્ચે નખાનારો પ્લાન્ટ છથી સાત માસમાં શરૂ થવાની કંપનીને આશા


અમદાવાદ
ગ્રીન્ઝો ઇન્ડિયા ગુજરાતમાં રૂ. 3500 કરોડના ખર્ચે 250 મેગાવોટની ક્ષમતાનો હાઈડ્રોજનના આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર બનાવવાનો પ્લાન્ટ નાખશે. સાણંદમાં સ્થપાનારો આ પ્લાન્ટનું કામ છથી સાત મહિનામાં સુધીમાં પૂરું થઈ જવાની ધારણા છે. ગ્રીન્ઝો ઇન્ડિયાએ સતત ત્રણ વર્ષ સુધી સંશોધન કરીને આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર ડેવલપ કર્યા છે. આ આલ્ક્લાઈન ઇલેક્ટ્રોલાઈઝન પાણીમાંના હાઈડ્રોજનના બે કણ અને ઓક્સિજનના એક કણને અલગ પાડવાની કામગીરી કરે છે. આ પ્રક્રિયા કરવા માટે માત્ર રિન્યુએબલ એનર્જીનો જ ઉપયોગ કરશે અને ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે. તેમાં કોલસા જેવા ઇંધણનો વપરાશ કરાશે નહિ. તેને કારણે પેદા થતાં કાર્બનનું ઉત્સર્જન ન થતું હોવાથી તેને ગ્રીન હાઈડ્રોજન તરીકે ઓળખાવવામાં આવે છે. ગ્રીન્ઝો ઇન્ડિયા એક, બે અને પાંચ મેગાવોટના આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર બનાવશે. કંપની કુલ મળીને વર્ષમાં 250 મેગાવોટના આલ્ક્લાઈન ઇલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન કરશે અને તેને માટે રૂ. 3500 કરોડનું મૂડીરોકાણ કરશે. કંપનીની ઉત્પાદન ક્ષમતા બે વર્ષના ગાળામાં બમણી કરીને 500 મેગાવોટ કરી દેવામાં આવશે. કસ્ટમર્સની ડીમાન્ડ વધતા દર બે વર્ષે તેની ઉત્પાદન ક્ષમતા બમણી કરી દેવાનું આયોજન છે. આગામી પાંચ વર્ષમાં તેની ઉત્પાદન ક્ષમતા 1000 મેગાવોટ એટલે કે એક ગીગાવોટને આંબી જાય તેવું ધ્યેય રાખવામાં આવ્યું છે.
ગ્રીન્ઝો ઇન્ડિયાને આ પ્રોજેક્ટ માટે સાણાંદ જીઆઈડીસીના ફેઝ ટુમાં 13,777 ચોરસ મીટર જમીનની ફાળવણી કરવામાં આવેલી છે. આ પ્રોજેક્ટ માટે જોઈતી તમામ મંજૂરીઓ ગુજરાત સરકાર તરફથી આપી દેવામાં આવી છે. સાણંદ જીઆઈડીસીમાં આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન પાંચ જ માસમાં ચાલુ કરવામાં આવશે. ગ્રીન્ઝો ઇન્ડિયાના ડિરેક્ટર કિશોર પટેલનું કહેવું છે કે, 24 ઓક્ટોબર 2023થી કંપનીના પ્રોજેક્ટ પર કામ શરૂ થશે અને તે વહેલામાં વહેલી તકે પૂરો કરવામાં આવશે. અમારી પાસે આજની તારીખે રૂ.1100 કરોડના ઓર્ડર તૈયાર છે.

Total Visiters :325 Total: 1501312

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *