બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ કરે છે અસ્કયામતની સ્માર્ટ ફાળવણી

Spread the love

મુંબઈ

અસ્થિર બજારોમાં, શું એવું રોકાણ કરવું આદર્શ નહીં હોય જે ઈક્વિટી અને ડેબ્ટ વચ્ચે અસ્કયામતની ફાળવણી ગતિશીલ રીતે સમાયોજિત કરે, બંનેનું શ્રેષ્ઠ વળતર પ્રદાન કરે? બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ (BAFs) ની રચના ફક્ત આ માટે જ કરાઈ છે – ટૂંકા ગાળાના ઊતારચડાવને ઘટાડીને ઈક્વિટી જેવું વળતર પૂરું પાડે છે, જે તેમને રૂઢિચુસ્ત અને પ્રથમ વખત રોકાણ કરનારા રોકાણકારો માટે ઉત્તમ પસંદગી બનાવે છે.

બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ શા માટે પસંદ કરવું?

·       અસરકારક વળતર અને સ્થિરતા: બીએએફ અસ્થિરતા ઘટાડીને સતત વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે ઈક્વિટી અને ડેબ્ટ વચ્ચે સક્રિયપણે ગોઠવણ કરે છે.

·       વેરા કાર્યક્ષમતા: આ ફંડ્સ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સના વેરા લાભ મેળવે છે, જે તેને વેરા-કાર્યક્ષમ રોકાણ વિકલ્પ બનાવે છે.

·       અનિશ્ચિત બજારોમાં પૂરવાર થયેલ પ્રદર્શન: બીએએફ બજારની વિવિધ પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરવા માટે રચાયેલ છે, જે વૃદ્ધિ અને મૂડી સુરક્ષાનું સંતુલન પ્રદાન કરે છે.

જાન્યુઆરી 2025 સુધીમાં, એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ના ડેટા દર્શાવે છે કે 34 બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સે એકત્રિત રીતે 50.90 લાખ રોકાણકાર ફોલિયો સાથે રૂ. 4.08 લાખ કરોડની સંપત્તિનું સંચાલન કર્યું હતું. છેલ્લા 3 મહિનામાં, હાઇબ્રિડ ફંડ્સમાં કુલ ચોખ્ખા નાણા પ્રવાહનો લગભગ એક ચતુર્થાંશ હિસ્સો બીએએફનો હતો.

કેસ સ્ટડી: બરોડા બીએનપી પરિબા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ

ટોચનું પ્રદર્શન કરનારા બીએએફ પૈકી એક, બરોડા બીએનપી પરિબા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ, બજાર મૂડીકરણમાં અસ્કયામતની ગતિશીલ ફાળવણી વ્યૂહરચનાને અનુસરે છે. બરોડા બીએનપી પરિબા એમએફ ના ઈક્વિટીના સીઆઈઓ સંજય ચાવલાના નેતૃત્વમાં ફંડ બજારની પરિસ્થિતિઓના આધારે ફાળવણીને સક્રિય રીતે સમાયોજિત કરે છે:

·       2021: મૂલ્યાંકનમાં વધારો થતાં ઈક્વિટી ફાળવણી ઘટીને 44% થઈ ગઈ.

·       રશિયા-યુક્રેન સંઘર્ષ પછી: બજાર સુધારાનો લાભ લેવા માટે ઈક્વિટીમાં રોકાણ વધીને 74% થયું.

·       કોવિડ પછી: બજારના સુધારાનો લાભ લઈને ફાળવણી 87% પર પહોંચી.

ફંડ હાઉસના જણાવ્યા મુજબ, આ વ્યૂહરચનાએ નિફ્ટી50માં વૃદ્ધિનો 73% લાભ મેળવવામાં સક્ષમ બનાવ્યું છે જ્યારે ઘટાડાનું જોખમ ફક્ત 32% સુધી મર્યાદિત રાખ્યું છે. શરૂઆતથી, ફંડે 59% સરેરાશ ચોખ્ખી ઇક્વિટી ફાળવણી સાથે NIFTY50 TRIના 93% વળતર આપ્યું છે.

બીએએફ રોકાણના નિર્ણયો કેવી રીતે લે છે?

ફંડ મેનેજરોને માર્ગદર્શન આપવા માટે બીએએફ મલ્ટી-ફેક્ટર એસેટ એલોકેશન મોડેલ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, બરોડા બીએનપી પરિબા બીએએફ મુખ્ય સૂચકાંકોનો ઉપયોગ કરે છે જેમ કે:

·       પ્રાઈસટુઅર્નિંગ્સ (P/E) રેશિયો

·       પ્રાઈસ-ટુ-બુક વેલ્યુ (P/B) રેશિયો

·       ડિવિડન્ડ વળતર

·       અર્નિંગ્સ યિલ્ડ ગેપ

આ મેટ્રિક્સની તુલના લાંબા ગાળાની ઐતિહાસિક સરેરાશ સાથે કરવામાં આવે છે જેથી અસ્કયામત ફાળવણીને સુગઠિત કરી શકાય અને ખાતરી કરી શકાય કે રોકાણ બજારના વલણો સાથે સુસંગત રહે.

પ્રદર્શન અને આલ્ફા જનરેશન

બરોડા બીએનપી પરિબા અનુસાર, તેમના બીએએફના 3-વર્ષના રોલિંગ વળતર સરેરાશ 14.7% છે, જે તેના બેન્ચમાર્ક કરતાં વધુ સારું છે. ટોપ-ક્વાર્ટાઈલ બીએએપ પસંદ કરનારા રોકાણકારો 1-વર્ષ, 3-વર્ષ અને 5-વર્ષના સમયગાળામાં આલ્ફા જનરેશનનો લાભ મેળવે છે.

વધુમાં, ઘણા બીએએફ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REITs) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvITs)માં રોકાણ કરીને ડેબ્ટ વળતરમાં વધારો કરે છે. ડેબ્ટ પોર્ટફોલિયોમાં પણ, ફંડ મેનેજરો મેક્રોઈકોનોમિક અને પ્રવાહિતાના પરિબળોના આધારે કોર્પોરેટ બોન્ડ અને ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ (ગિલ્ટ્સ) વચ્ચે ફાળવણીને ગતિશીલ રીતે સમાયોજિત કરે છે.

બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સમાં કોણે રોકાણ કરવું જોઈએ?

·       રૂઢિચુસ્ત ઇક્વિટી રોકાણકારો જે વૃદ્ધિ અને સ્થિરતા વચ્ચે સંતુલન શોધી રહ્યા છે.

·       પ્રથમ વખતના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો જે સરળ રોકાણ અનુભવ ઈચ્છે છે.

·       લાંબા ગાળાના રોકાણકારો (3થી વધુ વર્ષરોકાણ જાળવી શકે) જે સક્રિય અસ્કયામત ફાળવણીનો લાભ મેળવવા માગે છે.

·       SIP, SWP, અને લ્મ્પસમ રોકાણકારો જે ગતિશીલ ડેબ્ટ-ઈક્વિટી વ્યૂહરચનામાં રોકાણ કરવા ઈચ્છે છે.

નિષ્કર્ષ: દરેક રોકાણકાર માટે મુખ્ય પોર્ટફોલિયો હોલ્ડિંગ

બીએએફ અસ્કયામતની કુશળ ફાળવણી, વેરા કાર્યક્ષમતા અને જોખમ-સમાયોજિત વળતર પ્રદાન કરે છે, જે તેમને દરેક રોકાણકારના પોર્ટફોલિયોનો આવશ્યક ઘટક બનાવે છે. ઈક્વિટી રોકાણ અને ડેબ્ટ રોકાણોનું ગતિશીલ સંચાલન કરીને, બીએએફ વૃદ્ધિની તકોને મહત્તમ કરીને બજારની અસ્થિરતાને દૂર કરવામાં મદદ કરે છે.

સ્થિરતા, વૃદ્ધિ અને સ્માર્ટ એસેટ ફાળવણીનો અનુભવ કરવા માટે આજે જ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સમાં રોકાણ કરવાનું શરૂ કરો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *