ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના 20મા પદવીદાન  સમારોહમાં છને પીએચડી, 11ને ગોલ્ડ મેડલ સહિત 649 પદવીઓ એનાયત કરાઈ

Spread the love

ગાંધીનગર

અગાઉ DA-IICT તરીકે ઓળખાતી  અને હવે ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી (DAU)ના ગાંધીનગર કેમ્પસ ખાતે 20મો પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીના 11 છાત્રોને ગોલ્ડ મડેલ સહિત 649 વિદ્યર્થીઓને પદવી એનાયત કરાઈ હતી,  જેમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને ડોક્ટરલ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

75 ટાકાથી વધુનું પ્લેસમેન્ટ, 57 લાખનું સૌથી મોટું વાર્ષિક પેકેજ

નોંધનીય બાબત એ છે કે સંસ્થાના વિવિધ કોર્સમાંથી ઉત્તીર્ણ થનારા 75 ટકાથી વધુ છાત્રોનું દેશ-વિદેશની વિવિધ કંપનીઓમાં પ્લેસમેન્ટ થઈ ગયું છે જ્યારે હજુ આ પ્રક્રિયા જારી છે. ચાલુ વર્ષના પ્લેસમેન્ટમાં સૌથી વધુ 57 લાખનું પેકેજ ઓફર થયું છે જ્યારે અન્ય છાત્રોને મળેલા પેકેજની સરેરાશ રકમ વાર્ષિક 15 લાખ છે.  

છ છાત્રોને પીએચડીની ડીગ્રી

લવનિત સિંહ, બીબીન બેબી જ્હોન, અપ્રિતિમ દત્તા, ગંગોપાધ્યાયસુરુપેન્દુ પ્રકાશ,ઉર્વી વત્સલ શર્મા, રિયન્કા જેના.

2024-25ના સત્રમાં ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓ

બીટેક(આઈસીટી)-મુસ્તફા શાહબીરભાઈ લોખંડવાલા,પડાલિયા શ્રીકાર શૈલેષભાઈ, અંધારિયા શ્રેય જતીનભાઈ

બીટેક (હોનર્સ) આઈસીટી વિથ માયનોર સીએસ-શાહ ખુશી સમીર

એમટેક (એમએનસી)-મકાની અરમાન બરકતભાઈ

એમટેક (આઈસીટી)- અનુપમ માથુર

એમટેક (ઈસી)- શાહ દેવ મનિષભાઈ

એમએસસી (આઈટી)- મનીષ શર્મા

એમએસસી (ડીએસ)- અનુરાગ શુક્લ

એમએસસી (એએ)-નાયકાપારા દ્રષ્ટી હિતેષભાઈ

એમડીઈએસ (સીડી) – મનસ્વીની શર્મા

કયા અભ્યાસક્રમમાં કેટલાને પદવી એનાયત કરાઈ?

સ્નાતક થયેલા વિદ્યાર્થીઓમાં B.Tech (ICT), B.Tech (Mathematics & Computing), B.Tech (Honours) in ICT with minor in Computational Science અને B.Tech (EVD) ના 348 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

M.Tech (ICT), M.Tech (EC), M.Sc (IT), M.Sc (Data Science), M.Sc (Agriculture Analytics), અને M.Des (Communication Design) જેવા વિવિધ અભ્યાસક્રમોમાં કુલ 295 અનુસ્નાતક પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, 6 સંશોધકોને Ph.D.ની પદવી એનાયત કરવામાં આવી હતી.

અન્ય એવોર્ડ્સ

‘ફેકલ્ટી એપ્લીશિયેશન એવોર્ડ 2025’ અને ‘સ્ટુડન્ટ રિસર્ચ એક્સેલન્સ એવોર્ડ 2025’ પણ એનાયત કરવામાં આવ્યા હતા, સાથે સહ અભ્યાસિક  પ્રવૃત્તિઓમાં  ઉત્કૃષ્ટ  સિદ્ધિઓ  બદલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભૂતપૂર્વ વિદ્યાર્થીને ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમનાઈ એવોર્ડ 

25 વર્ષની સફર નિમિત્તે, યુનિવર્સિટીએ  ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે 
‘ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમનાઈ એવોર્ડ’ (પ્રતિષ્ઠિત  ભૂતપૂર્વ  વિદ્યાર્થી  પુરસ્કાર) ની  સ્થાપના કરી છે, જેમણે અનુકરણીય વ્યાવસાયિક શ્રેષ્ઠતા અને સાર્થક સામાજિક 
યોગદાનનું  પ્રદર્શન કર્યું છે. આ પ્રથમ વખત  પુરસ્કાર  2005 ના  બી.ટેક (ICT)  સ્નાતક  પવિતર  સિંહને  તેમની   નોંધપાત્ર  સિદ્ધિઓ  અને  DAU  સાથેના  તેમના  લાંબા સમયના જોડાણની માન્યતા બદલ એનાયત કરવામાં આવ્યો હતો. 

માનવકેન્દ્રિત અભિગમ આગવી ઓળખ બને તેવા પ્રયાસ જરૂરીઃ ટીના અંબાણી

ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ટીના અનિલ અંબાણીનો એક વિશેષ સંદેશ સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ સાથે શેર કરવામાં આવ્યો હતો. તેમના સંદેશમાં તેમણે 
ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે તમે ટેક્નોલોજી-આધારિત  નવીનતાના  ક્ષેત્રમાં  આગળ વધવાનું ચાલુ રાખો છો, ત્યારે માનવ-કેન્દ્રિત અભિગમ (human-centred design) તમારી આગવી ઓળખ બને તેવું રાખજો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તમારા 
લક્ષ્યોને પ્રાપ્ત કરતી વખતે, તમારી સૌથી મોટી સંપત્તિ – તમારા  સ્વાસ્થ્યને  ક્યારેય  નજરઅંદાજ  કરશો  નહીં.  શારીરિક  અને  માનસિક  સ્વાસ્થ્ય  તમારા  દરેક  પ્રયાસનો  પાયો  છે  અને  તણાવ  તથા  સંઘર્ષના  સમયે  તે  તમને  મજબૂતી  આપે  છે. તેથી, સક્રિય રહો; તમારા શરીરનું જતન કરો અને મનને પોષણ આપો.

પ્રોભાસ્કર  રામમૂર્તિ  મુખ્ય અતિથિ  

 આઈઆઈટી મદ્રાસના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના 
પ્રોફેસર એમિરિટસ પ્રો. ભાસ્કર  રામમૂર્તિ  મુખ્ય અતિથિ  તરીકે  ઉપસ્થિત  રહ્યા  હતા  અન  દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. આ સમારોહનું અધ્યક્ષપદ બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય એમ્બેસેડર ટી. એસ. તિરુમૂર્તિએ 
સંભાળ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના વરિષ્ઠ નેતૃત્વમાં ડાયરેક્ટર જનરલ પ્રો. (ડૉ.)  તથાગત  બંધોપાધ્યાય;  સ્કૂલ  ઓફ  ટેકનોલોજીના  ડાયરેક્ટર  ડૉ. જી. વેંકટેશ;  સ્કૂલ ઓફ લોના ડાયરેક્ટર પ્રો. (ડૉ.) અવિનાશ દધિચ; અને એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર  સિદ્ધાર્થ સ્વામિનારાયણ સહિત અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો, ફેકલ્ટી સભ્યો અને સ્ટાફ 
હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *