અન્ડર-16(મલ્ટી-ડે) સ્કૂલ ક્રિકેટમાં શ્રી વિદ્યાનગર સ્કૂલને પ્રથમ ઈનિંગ્સના આધારે હરાવી હિરામણી સ્કૂલ વિજયી

Spread the love
હીરામણિ સ્કૂલ     પ્રથમ દાવ –286/10 (99.3ઓવર), બીજો દાવ  192/5 D (41.1 ઓવર)વિદ્યાનગર સ્કૂલ પ્રથમ દાવ –179/10 (73.2 ઓવર), બીજો દાવ 165/4 (66 ઓવર)

અમદાવાદ

તા.26,27,28-01-2026ના રોજ વિવેક નિકેતન કેમ્પસ, ભાડજખાતે યોજાયેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે) માંશ્રી વિદ્યાનગર સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી.

હીરામણિ સ્કૂલે પ્રથમ દાવમાં 99.3 ઓવરમાં 10 વિકેટે 286 રન કર્યા હતાં. જૈનિલ પટેલે 224 બોલમાં 145 રન અને નીલ પુરાણિએ 33 બોલમાં 32 રન કર્યા હતાં.

શ્રી વિદ્યાનગર સ્કૂલે પ્રથમ દાવમાં 73.2 ઓવરમાં 10 વિકેટે 179 રન કર્યા હતાં. નીલ પુરાણિએ 25.2 ઓવરમાં 47 રન આપીને 5 વિકેટ અને તવસ્ય ત્રિવેદીએ 22 ઓવરમાં 62 રન આપીને 5 વિકેટ લીધી હતી.

હીરામણિ સ્કૂલે બીજા દાવમાં 5 વિકેટે 192 રન(D) કર્યા હતાં. જેમા દ્વીત પટેલે 142 બોલમાં 95 રન અને આરવ કોઠારીએ 72 બોલમાં 57 રન કર્યા હતાં.

શ્રી વિદ્યાનગર સ્કૂલે બીજા દાવમાં 66 ઓવરમાં 4 વિકેટે 165 રન કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *