રાજકોટ
ભારતની અગ્રણી મોડ્યુલરકિચનએસેસરીઝબ્રાન્ડ્સ પૈકીની એક Spitze by Everyday એ સૌથી લોકપ્રિય આઈપીએલ ટીમો પૈકીની એક રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ (આરસીબી) સાથે નવી ભાગીદારી કરી છે.
Spitze by Everyday એ આઈપીએલ સિઝન 2025 દરમિયાન મોડ્યુલર કિચન એસેસરીઝ પાર્ટનર તરીકે રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ સાથે સફળ સહયોગ કરવાનો નિર્ણય લીધો છે.
આ પ્રસંગેSpitze by Everydayના સેલ્સ અને માર્કેટિંગ ડિરેક્ટર અને સીએફઓ નિર્મલ પરેશ લુણગરિયાએ જણાવ્યું હતું કે, “આગામી આઈપીએલ સિઝન 2025 માટે રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ સાથે નવી ભાગીદારીની જાહેરાત કરતા અમને ખૂબ આનંદ થાય છે.”
મારૂતિ ઇન્ટિરિયર પ્રોડક્ટ્સ લિમિટેડ એ રાજકોટ સ્થિત ભારતની અગ્રણી મોડ્યુલર કિચન એસેસરીઝ મેન્યુફેક્ચરિંગ કંપની છે. તેની સ્થાપના વર્ષ 2000માં પરેશ પુરુષોત્તમ લુણગરિયા દ્વારા કરવામાં આવી હતી, જેમને આ ઉદ્યોગમાં 35 વર્ષથી વધુનો અનુભવ છે. તેઓ 2001થી મેનેજિંગ ડિરેક્ટર તરીકે એકંદર વ્યવસાયની સક્રિયપણે કામગીરી સંભાળી રહ્યા છે.
