મુંબઈ
ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નિયમન અને ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ છતાં, ભારતમાં લાઇફ ઇન્શ્યોરન્સનો પ્રસાર 2.8 ટકા જ રહ્યો છે. જોકે આ સેગમેન્ટ્સે ઓટીટી સબ્સ્ક્રીપ્શન અને ડિજિટલ પેમેન્ટ્સ અપનાવ્યા છે, પરંતુ લાઇફ ઇન્શ્યોરન્સ ઘણીવાર અન્ય નાણાંકીય પ્રાથમિકતાઓથી પાછળ રહે છે. આ અંતરને દૂર કરવાની મહત્વપૂર્ણ જરૂરિયાતને ઓળખીને, એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ ખાસ કરીને ઓછી આવક ધરાવતા અને ગ્રામીણ વિસ્તારોમાં લાઇફ ઇન્શ્યોરન્સની સુલભતા વધારવા માટે ડિજિટલ-ફર્સ્ટ વ્યૂહરચનાઓનો લાભ લઈ રહી છે.
એજન્ટો અને નાણાંકીય માર્ગદર્શનના અભાવે દૂરના વિસ્તારોમાં લાઇફ ઇન્શ્યોરન્સ ખરીદવા સામે ઘણીવાર પડકારો ઊભા થાય છે. વધુમાં, વિશ્વાસની ખામી અને કિફાયતીપણાની ચિંતા ઓછી આવક ધરાવતા પરિવારોને ઇન્શ્યોરન્સ અપનાવવા આડે અવરોધ ઊભો કરે છે. આ પડકારોને સંબોધતા, ઇન્શ્યોરન્સ કંપનીઓ તેમનો પ્રસાર વધારવા માટે નવીન ડિજિટલ સાધનો અને વ્યૂહાત્મક ભાગીદારીનો ઉપયોગ કરી રહી છે.મુખ્ય પહેલમાં અનુરૂપ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ માટે રિયલ-ટાઇમ ડેટા સાથે એજન્ટ ક્ષમતાઓને વધારે તેવાએઆઈ-સક્ષમ સીઆરએમ પ્લેટફોર્મ્સ, ફિનટેક કંપનીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથેના સહયોગમાં ડિજિટલ સાક્ષરતા અભિયાન, પ્રાદેશિક ભાષાઓમાં ઇન્ફોગ્રાફિક્સ, પોડકાસ્ટ અને વીડિયોઝ દ્વારા સુલભ નાણાંકીય શિક્ષણ પ્રદાન કરવું, વોટ્સઅપ આધારિત કેમ્પેઇન, મોસમી આવકની ભિન્નતા સાથે મેળ ખાય તેવા સ્થાનિક માઇક્રોઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને વિશ્વાસ ઊભો કરવા તથા ઇન્શ્યોરન્સ અંગે જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક ઇન્ફ્લુએન્સર્સ અને પંચાયતો સાથે સામુદાયિક ભાગીદારી કરવાનો સમાવેશ થાય છે.
હ્યુમન ટચપોઇન્ટ્સ સાથે ડિજિટલ ટૂલ્સને સંકલિત કરીને, એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ ગ્રાહકને સરળ અને સમાવિષ્ટ અનુભવ સુનિશ્ચિત કરે છે. ઓટોમેટેડ પ્લેટફોર્મ ઓનબોર્ડિંગ અને પ્રીમિયમ પેમેન્ટ જેવી પ્રોસેસ હાથ ધરે છેજ્યારે હ્યુમન એજન્ટ્સ જટિલ પ્રશ્નો અને ક્લેઇમ સેટલમેન્ટમાં મદદ કરે છે.
“અમારું ધ્યેય દરેક ભારતીય પરિવાર માટે, ખાસ કરીને ગ્રામીણ અને વંચિત સમુદાયોમાં, લાઇફ ઇન્શ્યોરન્સને સુલભ બનાવવાનું છે. એઆઈ-સંચાલિત એનાલિટિક્સ, ડિજિટલ આઉટરીચ અને હાઇબ્રિડ ડિસ્ટ્રીબ્યુશન મોડેલ્સનો ઉપયોગ કરીને, અમે ઇન્શ્યોરન્સને અપનાવવામાં વિશ્વાસ અને પોષણક્ષમતાના અંતરને દૂર કરવાનો ધ્યેય રાખીએ છીએ. ટેકનોલોજી અને સ્થાનિક જોડાણ પર વ્યૂહાત્મક ધ્યાન કેન્દ્રિત કરીને, અમે ઇરડાના ‘2047 સુધીમાં સૌના માટે ઇન્શ્યોરન્સ’ના વિઝનને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ”એમ એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર સુમિત મદને જણાવ્યું હતું.
નાણાંકીય સમાવેશ પ્રત્યેની તેની વ્યાપક પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ પહેલી વખતના પોલિસીધારકોની સંખ્યામાં વૃદ્ધિ અને ગ્રામીણ સ્તરે ઇન્શ્યોરન્સના પ્રસારના દરજેવા મહત્વના પર્ફોર્મન્સ ઇન્ડિકેટર્સ પર ખાસ ધ્યાન આપી રહી છે. આ પ્રયાસો 2047 માટે ભારતના લાંબા ગાળાના આર્થિક વિકાસ લક્ષ્યો સાથે સુસંગત છે, જે લાખો લોકોના નાણાંકીય ભવિષ્યને સુરક્ષિત કરવામાં કંપનીની ભૂમિકાને મજબૂત બનાવે છે.