ગોવા ખાતે યોજાયેલી નેશનલ ગેમ્સની ટેનિસ ઇવેન્ટમાં ગુજરાતની વૈદેહી ચૌધરી ફાઇનલમાં તેલંગનાની રશ્મીકાṝશ્રીવલ્લીને ૭-૫, ૭-૬(૩) થી પરાજય આપી ચેમ્પીયન બની છે. આમ ગુજરાતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ગુજરાતી ખેલાડી વૈદેહી ચૌધરી છેલ્લા કેટલાક સમયથી ટેનિસમાં ગુજરાત માટેશાનદાર પ્રદર્શન કરી રહી છે અનેતેણે રાજ્ય માટે ઘણી સફળતા હાંસલ કરી છે. આ વખતે ગોવામાં પણ તેણે સારો દેખાવ કર્યો છે. અગાઉ તેણે પ્રિ કવાર્ટર ફાઇનલમાં પંજાબની સાહિરા સિંઘને ૬-૧, ૬-૦ થી હરાવી હતી. ત્યાર બાદની મેચમાં તેણે મણીપુરની જેનિફર લુખામને ૬-૨, ૬-૨ થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વૈદેહીએ સેમિફાઇનલ મચેમાં મહારાષ્ટ્રની વૈષ્ણવી અદકરને ૬-૦, ૬-૨થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મળેવ્યો હતો. વૈદેહી ચૌધરીએ તેલંગાનાની રશ્મીકા શ્રીવલ્લીને ૭-૫, ૭-૬(૩)થી પરાજય આપી ચેમ્પીયન થઈ છે. વૈદેહી ચૌધરીએ ગુજરાતને આ નેશનલ ગેમ્સમાં ટીમ ઇવેન્ટમાં અને સિંગલ ઇવેન્ટમાં એમ બન્ને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ એમ કુલ બે ગોલ્ડ મેડલ અપાવ્યા છે અને એક પણ સેટમાં હારી નથી.