Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

ચુકાદાના 45 વર્ષે પાક.ની સુપ્રીમ કોર્ટે ઝુલ્ફીકર ભુટ્ટોની ફાંસીને ગેરબંધારણીય ઠેરવી

Spread the love

નવ ન્યાયાધીશોની બેન્ચે પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દાખલ કરેલા રેફરન્સ પર આ ટિપ્પણી કરી

ઈસ્લામાબાદ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને 1979માં હત્યા સંબંધિત કેસમાં ફાંસી આપવામાં આવી હતી. પરંતુ હવે 45 વર્ષ બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમની ફાંસી અંગે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે 1979માં પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વિરૂદ્ધ હાથ ધરવામાં આવેલા કેસની સુનાવણી બંધારણ અનુસાર ન હતી. 

પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ કાઝી ફૈઝ ઈસાની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની બેન્ચે પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દાખલ કરેલા રેફરન્સ પર આ ટિપ્પણી કરી હતી. ખરેખર 2 એપ્રિલ, 2011ના રોજ ઝરદારીએ પાકિસ્તાની બંધારણની કલમ 189 હેઠળ પૂર્વ વડાપ્રધાન ભુટ્ટોને આપવામાં આવેલી ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગ્યો હતો. ઝરદારીએ અરજીમાં કહ્યું હતું કે 1979ના આ નિર્ણય પર પુનર્વિચાર થવો જોઈએ. હવે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને જ્યુરિસ્ટે આ નિર્ણયને ઐતિહાસિક ભૂલ ગણાવી છે.

ચીફ જસ્ટિસ ઈસાએ કહ્યું કે પૂર્વ વડાપ્રધાન ભુટ્ટો પર નિષ્પક્ષ સુનાવણી થઈ નથી. ભુટ્ટોને 4 એપ્રિલ 1979ના રોજ રાવલપિંડીમાં ફાંસી આપવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ઈસાએ કહ્યું કે લાહોર હાઈકોર્ટમાં થયેલી સુનાવણી અને સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલી અપીલ પાકિસ્તાનના બંધારણની કલમ 4 અને 9 અનુસાર નથી. આ હેઠળ નિષ્પક્ષ સુનાવણી અને યોગ્ય પ્રક્રિયાને મૂળભૂત અધિકારો તરીકે જોવાઈ છે. બંધારણની કલમ 10એ હેઠળ તેને મૂળભૂત અધિકાર તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે.

અત્યાર સુધી આ કેસની સાત વખત સુનાવણી થઈ ચૂકી છે. ચીફ જસ્ટિસ ઈસાનું કહેવું છે કે લાહોર હાઈકોર્ટ દ્વારા કેસની સુનાવણી અને સુપ્રીમ કોર્ટની અપીલ એકબીજા સાથે મેળ ખાતી નથી. અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે આપણા ન્યાયિક ઇતિહાસમાં કેટલાક એવા કિસ્સા બન્યા છે, જેણે સામાન્ય લોકોમાં એવી ધારણા ઊભી કરી છે કે ડર અથવા પક્ષપાતને કારણે ન્યાય પ્રભાવિત થાય છે. જ્યાં સુધી આપણે ભૂતકાળમાં કરેલી ભૂલોને સ્વીકારીશું નહીં ત્યાં સુધી આપણે આપણી જાતને સુધારી નહીં શકીએ. મુખ્ય ન્યાયાધીશે એમ પણ કહ્યું કે આ સંદર્ભે લશ્કરી સરમુખત્યાર જનરલ ઝિયા ઉલ હકના શાસન દરમિયાન ભુટ્ટોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાના મુદ્દા પર ફરીથી તપાસ કરવાની તક મળી છે.

ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના પૌત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કોર્ટના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે 45 વર્ષ બાદ દેશની સર્વોચ્ચ અદાલતનો નિર્ણય દેશને સાચા માર્ગ પર આગળ વધવામાં મદદ કરશે. 

1979 માં પાકિસ્તાનમાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને હત્યા માટે ઉશ્કેરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બેન્ચમાંથી ચાર ન્યાયાધીશોએ લાહોર હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો, જ્યારે ત્રણે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને આરોપોમાંથી મુક્ત કર્યા હતા. જે બાદ 4 એપ્રિલ 1979ના રોજ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી આપવામાં આવી હતી. જોકે, ભુટ્ટોનો પરિવાર હજુ પણ ન્યાયની માંગ કરી રહ્યો છે. ઘણા લોકો માને છે કે આ નિર્ણય તત્કાલિન સૈન્ય સરમુખત્યાર જનરલ ઝિયાઉલ હકના દબાણમાં લેવામાં આવ્યો હતો, જેમણે 1977માં ભુટ્ટોની સરકારને તોડી પાડી હતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *