રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ રાષ્ટ્રપતિ ભવનની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા એ દરમિયાન ઘટના બની

મેક્સિકો
મેક્સિકોના રાષ્ટ્રપતિ ભવનમાં તે સમયે હોબાળો મચી ગયો હતો જ્યારે 43 ગુમ વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગ સાથે વિરોધ કરી રહેલા દેખાવકારોએ રાષ્ટ્રપતિ ભવનનો દરવાજો તોડી નાખ્યો હતો.
અહેવાલ અનુસાર દેખાવકારો લગભગ એક દાયકા પહેલા ગુમ થયેલા 43 વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગ કરવા માટે દેખાવ કરી રહ્યા હતા. બુધવારે પ્રદર્શન દરમિયાન દેખાવકારોએ મેક્સિકોના રાષ્ટ્રપતિ ભવનનો દરવાજો તોડી નાખ્યો હતો.
માહિતી અનુસાર આ ઘટના એવા સમયે બની હતી જ્યારે રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ રાષ્ટ્રપતિ ભવનની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક દેખાવકારોએ રાષ્ટ્રપતિ ભવનની અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બિલ્ડિંગની સુરક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીઓએ તેમને ભગાડ્યાં હતા.
રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝે આ ઘટનાની આકરી ટીકા કરી અને તેને ઉશ્કેરણીજનક કૃત્ય ગણાવ્યું. તેમણે કહ્યું કે અમે હિંસક વિરોધનો બદલો નહીં લઈએ. અમે જુલમ કરનારા નથી. રાષ્ટ્રપતિ ભવનના દરવાજાનું સમારકામ કરવામાં આવશે.
