વૃક્ષોની માવજત અને સંરક્ષણ માટે વૃક્ષની ફરતે વાંસ તેમજ લોખંડના ટેકા રાખવામાં આવે છે

દાનાંગ
લોકો ઘણીવાર જીવન બદલાતી ઘટનાઓના જીવંત સ્મારક તરીકે વૃક્ષો વાવે છે. આ તો થઇ આપણી સૃષ્ટિ અને પૃથ્વીની વાત પણ તેમનું જતન કરવુ એ આપણાં જ હાથમાં છે. દુનિયાના ઘણા દેશો અત્યારે તરફ આગળ વધી રહ્યા છે કેમકે તેનાથી પૃથ્વી કે આપણી હાલની સૃષ્ટિને ઓછામાં ઓછું નુકશાન થાય પણ વિયેતનામ દેશના ખુણે ખુણામાં જે કંઇ કુદરતી ભેટ આવેલ છે તેના થકી જ દેશની ઉન્નતીનો વિકાસ માર્ગ અને મેપ તૈયાર થઇ રહ્યો છે.

વૃક્ષોની જાળવણી માટે વાંસ-લોખંડના ટેકા
વૃક્ષોની માવજત માટે પ્રશાસન તેમજ પબ્લીકની જાગૃતતા એ વિશ્વના ઘણા દેશો એ શીખવાની જરૂર છે. વૃક્ષોની માવજત માટે વિયેતનામના ઘણા શહેરો જેમકે હો ચી મિન્હ, હુંઇ અન, તેનું પાટનગર હનોઇ તેમજ મધ્યમાં આવેલું શહેર દા નાંગ, કોઇપણ શહેર લઇ લો ત્યાં વૃક્ષોની માવજત અને સંરક્ષણ માટે વૃક્ષની ફરતે વાંસ તેમજ લોખંડના ટેકા રાખવામાં આવેલા છે.
દા નાંગથી અમદાવાદની વિયેટજેતની સીધી વિમાનની સેવા
દા નાંગ શહેર એ વિયેતર્ઘાટીને કારણે ઘણી કુદરતી સંપત્તિ ધરાવતું શહેર છે. વિયેતનામ સરકાર દા નાંગમાં વધુને વધુ પર્યટકો આવે તેની માટે ખુબ સારા પ્રયત્નો કરી રહી છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ આ વૃક્ષોની જાણવણી માટે મુકાયેલા ટેકા છે. દુનિયા જેમ નાની થતી જાય છે તેમ હવે પર્યટકોને આકર્ષવા માટે વિયેતનામ માં દા નાંગ શહેરથી ભારતના મુખ્ય શહેરોની સાથે નોન સ્ટોપ ડાયરેક્ટ ફલાઇટની પણ સગવડતા વિયેતજેટ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ, મુંબઇ, દિલ્હી જેવા પ્રમુખ શહેરોનું દાનાંગ શહેર સાથે સિધુ જોડાણ વિયેતજેટ દ્વારા પુરી પાડવામાં આવી રહ્યું છે. આશરે ૫ થી ૫-૩૦ કલાકની આ એર કનેક્ટીવીટીમાં પર્યટકોને વેજ તેમજ નોન વેજની એમ અલગ અલગ ઘણી બધી સ્વાદીષ્ટ વાનગીઓ પીરસવામાં આવે છે.