મુંબઈને ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય ભારે પડ્યો, ગુજરાતના આઠ વિકેટે 176 રનના જવાબમાં મુંબઈની ટીમ છ વિકેટે 160 રન બનાવી શકી
અમદાવાદ
સાંઈ સુદર્શનના શાનદાર 63 રન અને બોલર્સની વેધક બોલિંગની મદદથી યજમાન ગુજરાત ટાઈટન્સે આઈપીએલની એક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 36 રને વિજય મેળવ્યો હતો.
ગુજરાતના આઠ વિકેટે 196 રનના જવાબમાં મુંબઈની ટીમછ વિકેટના ભોગે 160 રન બનાવી શકી હતી. મુંબઈને પહેલો આંચકો રોહિત શર્માની વિકેટ રૂપે લાગ્યો હતો. રોહિતને (8) મોહમ્મદ સિરાઝે બોલ્ડ કર્યો હતો. સિરાઝે મુંબઈની ટીમની બીજી વિકેટ રિયન રિકેલટોન (6)ની ખેરવી હતી. સિરાઝે રિયનને બોલ્ડ કર્યો હતો. તિલક વર્માએ સુર્યકુમાર યાદવ સાથેની ત્રીજી વિકેટની ભાગીદારીમાં 62 મહત્વપૂર્ણ રન ઉમેર્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ તિલકને તિવેટિયાના હાથમાં ઝિલાવી આ ભાગીદારી તોડી હતી. તિલકે 36 બોલનો સામનો કરતા 3 બાઉન્ડ્રી એક સિક્સર ફટકારી હતી. મુંબઈએ રોબિન મિન્ઝ (3)ની વિકેટ ગુમાવી હતી. જેને સાંઈ કિશોરે ઈશાંત શર્માના હાથમાં ઝિલાવ્યો હતો. સુર્યકુમાર અને સુકાની હાર્દિક માટે આ તબક્કે મેચ બચાવવી ખૂબજ મુશ્કેલ લાગતી હતી. આ આશા પર પણ પ્રસિદ્ધ કૃષ્ણાએ સુર્યકુમારને શુભમન ગીલના હાથમાં ઝિલાવી દીધો હતો. સુર્યાએ 28 બોલમાં એક બાઉન્ડ્રી ચાર સિક્સર ફટકારી હતી. પંડ્યા સાથે નમન ધીર જોડાયો હતો.
મુંબઈ ઈન્ડિયન્સના સુકાની હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પોતાની પહેલી મેચો હારી ચૂકેલી બન્ને ટીમો માટે મેચમાં વિજય જરૂરી હતો. મુંબઈની પ્રથમ ફિલ્ડિંગની ગણતરી ખોટી પુરવાર કરતા ગુજરાતના ઓપનર્સ શુભમન ગિલ (38) અને સાંઈ સુદર્શને ટીમને મજબૂત શરૂઆત આપતા 8.3 ઓવરમાં 78 રન બનાવી લીધા હતા આ તબક્કે ગિલને હાર્દિક પંડ્યાએ ગિલને નમન ધીરના હાથમાં આસાનીથી ઝિલાવી દીધો હતો. સાંઈ સુદર્શને એક છેડો જાળવી રાખ્યો હતો ટીમના સ્કોરને આગળ વધાર્યો હતો.
સાંઈએ તેના અસલી આક્રમક રુપ પર નિયંત્રણ રાખ્યું હતું. જોશ બટલરે 24 બોલમાં પાંચ બાઉન્ડ્રી, એક સિક્સર સાથે 39 રને મુજીબ ઉર રહેમાનના બોલે સ્નિક થતા રિકેલટનના હાથમાં પકડાઈ જતાં યજમાન ટીમે તેની બીજી વિકેટ 129 રનના સ્કોર પર ગુમાવી હતી. તેણે સાંઈ સાથેની બીજી વિકેટની ભાગીદીરીમાં 51 રન ઉમર્યા હતા જેમાં 39 રન બટલરના હતો. બટલરના સાથ્ને આવેલ એમ શાહરૂખ ખાન (9)ને મુંબઈના સુકાની હાર્દિકે ફરી એક ટૂંકા બોલ પર તિલક વર્માના હાથમાં ઝિલાવ્યો હતો. ગુજરાતની ટીમે તેની ત્રીજી વિકેટ 146 રનના જુમલે ગુમાવી. ટીમની 15.3 ઓવર આ સમયે પુરી થઈ હતી.
સાંઈસુદર્શનને બોલ્ટે 63 રને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. તેણે 41 બોલમાં ચાર બાઉન્ડ્રી અને બે સિક્સર ફટકારી હતી. 179 રનના કુલ સ્કોર પર ગુજરાતની ટીમે બીજી બે વિકેટ રાહુલ તિવેટિયા (0) અને શેરફેન રુધરફોર્ડ (18)ની વિકેટ ગુમાવતા યજમાન ટીમ માટે 200 રન પાર કરવા મુશ્કેલ બન્યા હતા. તિવેટિયાને પંડ્યાએ શાનદાર થ્રો કરી રન આઉટ કર્યો હતો જ્યારે રુધરફોર્ડ ચહરના બોલે સેન્ટેનરને આસાન કેચ આપી બેઠો હતો. રાશિદ ખાનને રાજુએ છ રને પંડ્યાના હાથમાં ઝિલ્વાયો તો સાંઈ કિશોર (1) રન આઉટ થયો હતો. ગુજરાતે મુંબઈ સમક્ષ 197 રનનો પડકાર મુક્યો હતો.