અનેક લોકોએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતાં ગુસ્સો વ્યક્ત કર્યો અને ટીકા પણ કરી હતી, કેટલાક યૂઝર્સે કહ્યું કે આવી વાતો કરનાર વ્યક્તિ ન તો સંત હોઈ શકે અને ન તો કથાવાચક
બાગેશ્વરધામ
ચર્ચામાં રહેતાં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક નિવેદન આપી મોટો વિવાદ સર્જ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાબા પ્રવચન દરમિયાન બોલી રહ્યાં છે કે કોઈ સ્ત્રીના લગ્ન થઈ ગયા હોય તો તેની ઓળખ બે જ રીતે થાય – એક માંગમાં સિંદૂર, બીજુ ગળામાં મંગળસૂત્ર. સારું, માની લો કે માંગમાં સિંદૂર ન હોય અને ગળામાં મંગળસૂત્ર પણ નહોય તો આપણે શું સમજીએ કે ભાઈ આ પ્લોટ હજુ ખાલી છે. તેમના આ નિવેદન પર લોકો ભડક્યાં હતાં. ખાસ કરીને મહિલાઓમાં આ નિવેદનથી ભારે ગુસ્સો દેખાઈ રહ્યો છે.
અનેક લોકોએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતાં ગુસ્સો વ્યક્ત કર્યો અને ટીકા પણ કરી હતી. કેટલાક યૂઝર્સે કહ્યું કે આવી વાતો કરનાર વ્યક્તિ ન તો સંત હોઈ શકે અને ન તો કથાવાચક. અનેક મહિલાઓએ આવા વિવાદિત નિવેદન બદલ બાબા સામે રોષ ઠાલવ્યો હતો. એક ટ્વિટર યૂઝરે લખ્યું કે અમારે પણ જાણવું છે કે ક્યા ક્યા પ્લોટ ખાલી છે. પહેરો તમે પણ મંગળસૂત્ર અને ભરો માંગ… બાબા બનાવી દીધા છે. શરમ આવે છે કે મહિલાઓ આજે કેવા સમાજમાં જીવી રહી છે. ખરેખર ભાગ્યહીન.
વીડિયોમાં દેખાય છે કે બાબા બાગેશ્વર કહે છે કે અને માંગમાં સિંદૂર હોય. ગળામાં મંગળસૂત્ર હોય તો આપણે લોકો દૂરથી જ જોઈએ સમજી જઈએ છીએ કે રજિસ્ટ્રેશન થઈ ગયું છે. આમ તો આ વીડિયોમાં દેખાય છે કે પ્રવચન સાંભળતી મહિલાઓ તાળીઓ વગાડી રહી છે અને હસી રહી છે પણ સોશિયલ મીડિયા હિન્દુ મહિલાઓ તેમના આ નિવેદન પર રોષ વ્યક્ત કરી રહી છે.