બરોડા સમા ઇંડોર હૉલ ખાતે રમાઈ રહેલ ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપની મેન્સ અને વુમન્સની ફાઇનલ મેચમાં ડોજર્સ એફસી બરોડા અને એઆરએ એફસી વચ્ચે ફાઇનલ મેચ રમાયેલ તેમાં, એઆરએ એફસી એ 7-2 થી ફાઇનલ મુકાબલો જીતીને ચેમ્પિયન બની હતી. એઆરએ એફસી તરફથી મધુબાલા દ્વારા 2, અને આરૂષિ સંતોષ, શીલા સિંગ, દુર્ગા એ, મરિયામલ બાળમુરૂગન દ્વારા 1-1 ગોલ કર્યો હતો. ડોજર્સ એફસી બરોડા તરફથી અંતરબેન દ્વારા 1 ગોલ અને 1 સેલ્ફ ગોલ અંજનાબેન દ્વારા કરાયો હતો.

સિનિયર મેન્સમાં પ્રોગ્રેસિવ એફએ અમદાવાદ એ બરોડા એફએને 16-4 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ગોત એફએ એ પીએમ ફાઉડેસન ને 9-4 થી હરાવીને ફાઇનલ માં પ્રવેશ કર્યો હતો.



ફાઇનલ મેચ બંને ટીમો વચ્ચે ખુબજ જોરદાર ટક્કર થઈ હતી અને સ્કોર 5-5 ની બરાબરી પર રહ્યો હતો. ફાઇનલ રીજલ્ટ પેનલ્ટી શુટ આઉટ દ્વારા લેવામાં આવ્યો હતો. પેનલ્ટી શુટ આઉટમાં પણ સ્કોર બરાબર થવાથી સડન ડેથ માં 8 મી પેનલ્ટી શુટ આઉટમાં પરિણામ આવ્યું હતું અને 5-4 થી પ્રોગ્રેસિવ એફએ એ મેચ જીતી લીધી હતી.
પ્રોગ્રેસિવ એફએ તરફથી પેનલ્ટી શુટ આઉટમાં અમન શાહ, દિશું સિંગ, ગૌરવ, નિજેલ ફર્નાંડિસ, કૃષ્ણા વાસુદેવ દ્વારા ગોલ કરવામાં આવ્યા હતા.
ગોત એફએ તરફથી પેનલ્ટી શુટ આઉટમાં સૌરભ નિકમ, સિદ્ધાંત ઓંકાર, પ્રતિક સ્વામિ, વર્ષીલ દોશી દ્વારા ગોલ કરવામાં આવ્યા હતા. ફાઇનલ સ્કોર 10-9 રહ્યો હતો.
