અમદાવાદ
અમદાવાદના 56 વર્ષના પાવરલિફ્ટર લલિત પટેલે 10થી 12મે, 2025 દરમિયાન પતાયા, થાઈલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણે ઇવેન્ટ—સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ —માં સુવર્ણ પદક જીત્યો હતો. કુલ 405 કિલોગ્રામનું વજન ઉઠાવતાં તેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
આ સ્તરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે અને આંતરરાષ્ટ્રીય બોડીબિલ્ડિંગ એન્ડ ફિટનેસ ફેડરેશન (IBFF) હેઠળ યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ચોક્કસ સિદ્ધીઓ કે માનાંકો મેળવવા ફરજિયાત હોય છે. આ સિધ્ધીઓમાં સૌથી પહેલા જિલ્લા સ્તરે ચેમ્પિયન બનવું, પછી પાંચ વાર રાજ્ય ચેમ્પિયનનો ખિતાબ જીતવો અને રાષ્ટ્રીય સ્તરે ઓછામાં ઓછા ત્રણ ગોલ્ડ કે ત્રણ સિલ્વર મેડલ જીતવા જરૂરી હોય છે. લલિત પટેલે વર્ષો સુધીના અથાગ પ્રયત્નો થકી આ તમામ માપદંડોને પાર કર્યા છે, જેની મદદથી તેમણે આ સિદ્ધિ મેળવી છે.
લલિત પટેલ આ સિદ્ધિ શુદ્ધ શાકાહારી આહાર સાથે હાંસલ કરી છે. લલિત પટેલના કોચ રજનિકાંત પરમાર છે.
