અમદાવાદ
ગેમડેવલપર એસોસિયેશન ઓફ ઈન્ડિયા (GDAI)દ્વારાડેવલપર ડે 2025નાઅમદાવાદ સંસ્કરણનું તા.29 મેના રોજઆઈ-હબ ગુજરાત, નવરંગપુરા ખાતેસફળતાપૂર્વક આયોજનકરવામાં આવ્યું.ક્રાફ્ટનના સહયોગથી સમગ્ર ભારતમાં યોજાતા આ સિરિઝના એક ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથીગેમ ડેવલપર્સ, સ્ટુડિયો હેડ્સ, વિદ્યાર્થીઓ, રોકાણકારો અને ઈકોસિસ્ટમ એનેબલર્સએકત્ર થયા હતા.આ ઇવેન્ટ ગુજરાતમાં વિકસતી ગેમ ડેવલપમેન્ટ ઇકોસિસ્ટમ અને ભારતના ગેમિંગ ક્ષેત્રમાં રાજ્યની વધતી ભૂમિકાને પ્રકાશિત કરતી એક મહત્વપૂર્ણ પહેલ તરીકે સાબિત થઈ હતી.

ડેવલપર ડેએ GDAI (ગેમ ડેવલપર એસોસિયેશન ઓફ ઈન્ડિયા)ની એક ખાસ પહેલ છે.જેનો ઉદ્દેશ દેશના વિવિધ વિસ્તારોમાંમજબુત અને સમાવેશી ગેમ ડેવલપમેન્ટ ઈકોસિસ્ટમઊભી કરવાનો છે. આ ઇવેન્ટ સ્થાનિક ડેવલપર્સનેઉદ્યોગના નિષ્ણાતોથી સીધું માર્ગદર્શન, નેટવર્કિંગ અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝરઆપવાનું મંચ પૂરું પાડે છે.23 મેના રોજ ચેન્નઈથી શરૂઆત થયા પછી, અમદાવાદમાં યોજાયેલ આ કાર્યક્રમે આ દિશામાં એક વધુ મજબૂત પગલું ભરીને દેશના ગેમિંગ ઇકોસિસ્ટમના વિકાસને વેગ આપ્યો છે.
કાર્યક્રમની શરૂઆત આઈ-હબ ગુજરાતના હિરણમય મહાંતાના પ્રેરણાદાયક ભાષણથી થઈ.જેમાં તેમણે ગુજરાતના ગેમ ડેવલપમેન્ટ માટેની અનોખી સંભાવનાઓ અને ડેવલપર-ફ્રેન્ડલી ઇકોસિસ્ટમ ઉભી કરવાના દૃષ્ટિકોણ વિશે વાત કરી.પછીયુડિઝ સોલ્યુશન્સ લિમીટેડના ભરત પટેલે જણાવ્યું કે કેવી રીતે ગુજરાતના સ્ટુડિયોઝ ભારતના વૈશ્વિક ગેમિંગ વિઝનને આકાર આપી રહ્યા છે.બપોરના સત્રમાંઝટુનના અભિનવ ચોખવટિયાએ “ક્લાયન્ટથી ક્રિએટર્સ સુધી: આપણે વર્ક-ફોર-હાયર સ્ટુડિયોથી શરૂ કરીને પોતાની IP કેવી રીતે બનાવવાની શરૂ કરી શકાય” આ વિષય પર રસપ્રદ અને પ્રેરણાદાયક રજૂઆત કરી.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનો માટે માહિતીસભર સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અનિરુદ્ધ હરિદકર દ્વારા ‘Unity’પ્લેટફોર્મના વિકાસ ઉપર (ડિપ ડાઈવ) ઊંડો વિચાર વિમર્શ રજૂ કરવામાં આવ્યો.જ્યારે યુવરાજ ઝાલાએ‘AppGuruz’દ્વારા ટિઅર 2 શહેરોમાંથી વૈશ્વિક હિટ ગેમ્સ કેવી રીતે બનાવવીતેના વ્યવહારૂ માર્ગદર્શન પર આધારિત ‘પ્લેબુક’ રજૂ કરી.કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ“ગુજરાતમાંથી ગેમ ડેવલપમેન્ટ આઉટસોર્સિંગ: સ્થાનિક નિર્માણ અને વૈશ્વિક વિસ્તાર” વિષય પરની પેનલ ચર્ચા રહી હતી.જેનું સંચાલન GDAIનાનિતીશ એસ.કે.દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાંઆર્ટૂન સોલ્યુશન્સ, કેપરમિન્ટ અને યુડિઝ સોલ્યુશન્સજેવા પ્રદેશના અગ્રણી ઉદ્યોગ દિગ્દર્શકોએ ભાગલીધો હતો.
અન્ય સત્રોમાં યુઝર એક્વિઝિશન સ્ટ્રેટેજી, ગેમ આર્ટ દ્વારા સ્ટોરી ટેલીંગ, અને ઈન્ડિપેન્ડન્ટ આઈપીક્રીએશનની યાત્રા જેવા વિષયો પર પણ માહિતીસભર સત્રો યોજાયા.બપોરના સત્રનો અંતગેમ ડેવ સ્પોટલાઇટસાથે થયો.જેમાં સ્થાનિક ડેવલપર્સે પોતાની બનાવેલી ગેમ્સનુંલાઈવ ડેમોરજૂ કર્યો, દર્શકોના પ્રશ્નોના જવાબ આપ્યા અને અનુભવી મેન્ટર્સ પાસેથી જરૂરી પ્રતિસાદ પ્રાપ્ત કર્યા.
GDAIના ચેરપર્સન શ્રીધર મુપ્પીડી જણાવે છે કે,“અમદાવાદ ડેવલપર ડે એ ભારતની પ્રદેશીય પ્રતિભા અને મહત્વાકાંક્ષાનું જીવંત પ્રતિબિંબ છે. આવા કાર્યક્રમો અમને પ્રતિબદ્ધ બનાવે છે કે જ્યાં નવીનતા ખીલી રહી છે ત્યાં જ અમે ગેમ ડેવલપર્સને સશક્ત બનાવવાના મિશનને આગળ લઈ જઈએ. ગુજરાતનું ઇકોસિસ્ટમ ગ્રાસરૂટ લેવલથી ઉદ્યોગના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેનો પ્રભાવશાળી દાખલો અહીં જોવા મળ્યો.”
આ વર્ષના ડેવલપર ડે 2025ની મુખ્ય રજૂઆત ક્રાફ્ટનદ્વારા કરવામાં આવી હતી.જ્યારેપ્લે સુપર ક્લબ ચેન્નઈ, કોચિન અને બેંગલોરમાં સહાયક તરીકે જોડાયા હતા. તેમજવેલોડિનચેન્નઈ અધિવેશનમાં સહયોગી રહ્યા હતા.કેરળ સ્ટાર્ટઅપ મિશન (KSUM), કે-ટેક (કર્ણાટક), આઈ-હબગુજરાત, આઇઆઇટીમદ્રાસ અને XTIC ઇકોસિસ્ટમ પાર્ટનર્સ રહ્યા હતા.આ બધાની ભૂમિકા સ્થાનિક ડેવલપર્સ સાથે જોડાવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ રહી છે.
ડેવલપર ડે 2025નું આગામી અધિવેશન 3 જૂનના રોજ બેંગ્લોરમાં યોજાવાનું છે.
