અગાઉ 6 આઈપીએસ અને 2 ડીવાયએસપીની બદલી કરાઈ હતી, બિશાખા જૈનને ગાંધીનગરથી મદદનીશ પોલીસ અધિક્ષક લીમખેડા મોકલાયા
અમદાવાદ
ગુજરાતમાં ગૃહવિભાગમાં ફરીએક વાર પોલીસની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. ગઈકાલે 6 આપીએસ અને 2 ડીવાયએસપીની બદલી કરાઈ છે. રાજ્ય પોલીસ દળમાં ફરજો બજાવતા સીધી ભરતીના આપીએસ અધિકારીઓની ગૃહ વિભાગે બદલી કરી છે. બિશાખા જૈનને ગાંધીનગરથી મદદનીશ પોલીસ અધિક્ષક લીમખેડા મોકલાયા છે. જ્યારે રાઘન જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દ્વારકા મોકલાયા છે. હવે આજે પોલીસ વિભાગમાં બિન હથિયારધારી 63 પીએસઆઈ અને 22 પીઆઈની બદલીના આદેશ થતાં પોલીસ વિભાગમાં અનેક પોલીસ કર્મીઓને ઝટકો લાગ્યો છે.
ગઈકાલે 6 આઈપીએસ અને 2 ડીવાયએસપીની બદલી કરાઈ છે. જેમાં નિધિ ઠાકુરની મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે કામરેજ ખાતે બદલી કરાઈ છે. કોરૂકોંડા સિદ્ધાર્થને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દાહોદ ખાતે મોકલવામાં આવ્યા છે. ડીવાયએસપી વરુણ વસાવાને નાયબ પોલીસ અધિક્ષક તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે. જયવીરસિંહ એન ઝાલાની વિભાગીય પોલીસ અધિકારી જામનગર તરીકે બદલી કરાઈ છે.